
મુંબઇ,
મહકની અચાનક તબિયત બગડી ગઇ હતી. જેના કારણે મહક ને હોસ્પિટલમાં દાખલ થવુ પડ્યુ. મહક આશરે ૩-૪ દિવસ સુધી આઈસીયુમાં વેન્ટિલેટર પર રહી. અભિનેત્રીએ હવે પોતાની હેલ્થ અપડેટ પ્રશંસકો સાથે શેર કરી છે.મહકે જણાવ્યું કે તેમને ન્યુમોનિયા થયો છે. ૨ જાન્યુઆરીએ તે અચાનક પડી ગઇ હતી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ થવુ પડ્યુ. મહક અત્યારે પણ હોસ્પિટલમાં છે. તેની સારવાર ચાલી રહી છે. એક વાતચીતમાં મહક ચહલે તેના હેલ્થ અંગે પ્રશંસકોને અપડેટ આપી છે.
મહકે કહ્યું, મને નિમોનિયા થયો છે. હું ૩-૪ દિવસ સુધી આઇસીયુમાં ઑક્સિજન વેન્ટિલેટર પર હતી. ૨ જાન્યુઆરીએ હું અચાનક પડી ગઇ હતી. હું શ્ર્વાસ પણ લઈ શક્તી નહોતી. જ્યારે હું હોસ્પિટલ પહોંચી તો મને તરત એડમિટ કરી દેવામાં આવી. ત્યારબાદ મારું સીટી સ્કેન થયુ. હું હજી પણ હોસ્પિટલમાં જ છુ અને અહીં મને ૮ દિવસ થયા છે. જો કે, હું હવે નોર્મલ વોર્ડમાં છુ. મારા હેલ્થમાં ઘણો ફેરફાર આવ્યો છે. પરંતુ ઓક્સિજન લેવલ હજી પણ ઉપર નીચે જઇ રહ્યું છે. મારા ફેફસામાં ચેપ લાગ્યો હતો.