નગરપાલિકા કચેરી, હાલોલ ખાતે ગુજરાત સરકારના મંત્રીના હસ્તે વિવિધ કાર્યોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

તારીખ 03 ઓગસ્ટ 2024ના રોજ સવારે 10 વાગ્યે ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા નગરપાલિકા કચેરી, હાલોલ ખાતે ઉપસ્થિત રહેશે. મંત્રીના હસ્તે નગરપાલિકા કચેરી, હાલોલ ખાતે નગરપાલિકા વિસ્તારમાં વિવિધ સેવાઓનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.આ પ્રસંગે જીલ્લાના વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહેશે.