જુનાગઢ,
જૂનાગઢ ભવનાથ ક્ષેત્રના મહાશિવરાત્રી મેળામાં લાખો શ્રદ્ધાળુઓએ ભવનાથના મેળાનો લ્હાવો લીધો હતો. મેળામાં ત્રણ દિવસો દરમિયાનના ૧૧ લાખથી વધુ ભાવિકોએ મેળાનો ઉમટી પડ્યા હતા ત્યારે શિવરાત્રિની રાત્રે રવેડીના દર્શન અને સંતોના શાહી સ્નાન સાથે મધરાતે મેળાનું સમાપન થયું હતું..
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભવનાથ મંદિરના પૂજા કરું ભારતી આશ્રમ, અગ્નિ અખાડા, ગોરક્ષનાથ આશ્રમ, શ્રી ઇન્દ્રભારતી બાપુના આશ્રમમાં સંતો મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા. મેળાના ત્રીજા દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું અને.મેળામાં પ્રથમ બે દિવસમાં ૪ લાખ લોકોએ અને ત્રીજા દિવસે ૭ લાખ થી વધુ ભાવિકો ભવનાથ મહાદેવના દર્શન કર્યા હતા. બહોળી સંખ્યામાં ભવનાથ શિવરાત્રીના મેળામાં મહાદેવના દર્શને આવેલા ભાવિક ભક્તો રવેડી નીકળે તે પહેલા જ કલાકો સુધી રોડની બંને સાઈડ બેસી ગયા હતા.
રાતના ૯:૦૦ કલાકે જુનાગઢ સાધુ સંતો ના તમામ અખાડાઓ, સાધુ સંતો, નાગા સાધુઓ મહામંડલેશ્ર્વરો એ દ્વારા પૂજા અર્ચના વિધિવત રીતે રવેડીની શરૂઆત કરવામાં આવી હતી. પૂજા અર્ચના કર્યા બાદ બેન્ડવાજા ડીજે ના તાલે હરસો ઉલ્લાસથી મહાદેવના જય કારા સાથે રવેડીની શરૂઆત થઈ હતી અને રવેડી ભવનાથ ક્ષેત્રના અલગ અલગ રૂટ પર નીકળી હતી. ત્યારબાદ ભવનાથ ખાતે રવેડી પરત ફરી હતી અને જ્યાં સાધુ ગણના અયક્ષ હરીગીરીજી મહારાજ દ્વારા ભવનાથ મંદિર ખાતે મહાદેવની આરતી કરવામાં આવી હતી.
ત્યારબાદ નાગા સાધુઓ અને મહામંડલેશ્ર્વરો દ્વારા મૃગીકુંડમાં સ્નાન કરવામાં આવ્યું હતું આ અલૌકિક આસ્થાના કેન્દ્ર સમી આ ક્ષણને જોવાનો લોકોએ લ્હાવો લીધો હતો.નાગા સાધુઓ દ્વારા રવેડીમાં અલગ અલગ પ્રકારના અંગ પ્રદર્શનો કર્યા હતા જેમાં લઠ્ઠબાજી,પટ્ટા બાજી,તલવારબાજી કરી હતી.છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે બંધ રહેલા શિવરાત્રી મેળા બાદ આ વર્ષે વિક્રમ સર્જક સંખ્યામાં શિવરાત્રી મેળાને લોકોએ મન ભરીને માણ્યો હતો.