નડિયાદ,નડિયાદ શહેરનાં ઇન્દિરાનગરી ખાતે રહેતા 55 વર્ષીય મીનાબેન જે.સોલંકી સિવિલ હોસ્પિટલ, નડિયાદ ખાતે સારવાર માટે તા.21/05/2024, ના રોજ સવારે 10:00 કલાકે દાખલ થયા હતા. જેઓનું તા.21/05/2024 ના રોજ બપોરે 12:10 કલાકે સિવિલ હોસ્પિટલ, નડિયાદ ખાતે મૃત્યુ થયેલ હતું.
આ સંદર્ભે જીલ્લા આરોગ્ય ટીમે સિવિલ હોસ્પિટલ, નડિયાદ ખાતે મુલાકાત લઇ દર્દીના કેસ-પેપરની ચકાસણી હાથ ધરી હતી. ઉપરાંત સારવાર આપનાર તબીબ સાથે પુછપરછ કરતા આ દર્દીને ડાયાબીટીસ, હાઇપરટેન્શન, કીડનીની તકલીફ હોવાનું અને દર્દીનું મૃત્યુ સેપ્ટેસીમીયાના કારણે થયું હોવાનું પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું છે એમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.