નડિયાદ,સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ દેશના પ્રત્યેક ગામના નાગરિકો સુધી પહોંચે તે હેતુથી શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે નડિયાદ તાલુકાના પીપલગ ગામે પહોંચી હતી. જેમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સરકારની યોજનાઓથી માહિતગાર કરી યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતા.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષમાન કાર્ડ-35, ખેતીવાડી વિભાગની સોઇલ હેલ્થ કાર્ડ-4, પ્રધાન મંત્રી ઉજજવલા યોજના-4. યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં એનીમિયા તથા ટીબી નિદાન માટે ના સ્ટોલ, આધારકાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ, દીનદયાળયોજના, ઉજ્જવલા યોજના, પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ, પોષણ યોજનાના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન ધરતી કરે પુકાર નાટક રજૂ કરવામાં આવ્યું હતું. તથા કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ ભારતને 2047 સુધી વિકસિત અને આત્મનિર્ભર બનાવવા શપથ લીધી હતી.
આ પ્રસંગે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પી.એમ કિશાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓએ પોતાને મળેલ લાભની વાત કરી અન્ય લોકોને સરકારની યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં સરપંચ, અગ્રણીઓ તેમજ સબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા.