નડિયાદ સેશન્સ કોર્ટમાં પોકસોના આરોપીના જામની નામંજુર

નડિયાદ, મહેમદાવાદ તાલુકાના બીલીયાની મુવાડી સરસવણીના દુષ્કર્મ પોકસોના આરોપીઓે એડિ.સેશન્સ કોર્ટ નડિયાદમાં જામીન મેળવવા અરજી કરી હતી. આ જામીન અરજીને સેશન્સ કોર્ટ નડિયાદ દ્વારા નામંજુર કરવામાં આવી હતી.

બીલીયાની મુવાડી સરસવણીમાં ચીમનભાઈ સોલંકી(ઉ.વ.27)એ 16 વર્ષની સગીરાને ફોસલાવી પટાવી ભગાઈ જઇ અવાર નવાર દુષ્કર્મ આચર્યુ હોવાની મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે પોકસો હેઠળ ગુનો દાખલ કરી આરોપીને જેલ હવાલે કર્યો હતો. તેમજ ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી હતી. આ બાબતે ચેતનકુમાર ઉર્ફે કેતનભાઈ આરોપીએ જામીન મેળવવા પોતાના વકીલ મારફતે નડિયાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી રજુ કરી હતી. આ જામીન અરજીની સુનાવણી થતાં સેશન્સ એડિ.સેશન્સ જજ અને સ્પે.પોકસો જજ પિંકી ત્રિવેદીએ આરોપી ચેતનકુમાર ઉર્ફે કેતનભાઈ સોલંકીની જામીન અરજી નામંજુર કરી હતી.