નડિયાદ,નડિયાદ પાસેથી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે નડિયાદના ઉત્તરસંડા પાસેથી મધ્યપ્રદેશની પાસિંગ વાળી પીકઅપ ડાલુનો પીછો કરી રૂપિયા ૪.૧૬ લાખનો વિદેશી દારૂ ઝડપી લેવાયો છે. આ પ્રોહીબીશનના કેસમાં પીકઅપ ડાલુ ચાલકે વાહનને બાજરના ખેતરમાં ઘૂસાડી ફરાર થયો છે. જ્યારે બુટલેગર પાયલોટીગ કરતી કારમાં ફરાર થયો છે. પોલીસે પ્રોહિબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ગતરાત્રે ચકલાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા. આ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ઉત્તરસંડાના ઈચ્છાપુરા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન પસાર થતી એક કાર અને મધ્યપ્રદેશ પાર્સીગનુ પીકઅપ ડાલુ નંબર (સ્ઁ ૧૧ ય્ ૫૨૨૨) આવી હતી. આ વાહન ઊભુ રહ્યું હતુ અને આ વાહનની આગળ એક કાર ઊભી રહી હતી. છુપાયેલી પોલીસ તુરંત આ બે વાહનો સુધી પહોચે તે પહેલા વાહન ચાલકોને પોલીસની ગંધ આવી જતા આ તમામ લોકો વાહનોમા બેસી ભવાનીપુરા તરફ ફરાર થયા હતા.
પોલીસે આ બંન્ને વાહનોના પીછો કર્યો હતો. જેમાં ઉપરોક્ત પીકઅપ ડાલુના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રોડની સાઈડના બાજરના ખેતરમાં ઘૂસી ગયું હતું. પોલીસ આ વાહન ચાલકને તેમજ કારમા ફરાર બુટલેગર અરવિંદ ચંદુભાઈ પરમાર (રહે.ઈચ્છાપૂરા, ઉત્તરસંડા)ને પકડવામાં નિષ્ફળ નીવડી હતી. પોલીસે પીકઅપ ડાલા સુધી પહોંચી તપાસ કરતાં અંદરથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે ગણતરી કરતા વિદેશી દારૂની બીયર ટીન નંગ ૨૭૭૨ કિંમત રૂપિયા ૪ લાખ ૧૬ હજાર ૪૦૦ તેમજ વાહન મળી કુલ રૂપિયા ૭ લાખ ૧૬ હજાર ૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આ બનાવમાં બુટલેગર અરવિંદ ચંદુભાઈ પરમાર (રહે.ઈચ્છાપૂરા, ઉત્તરસંડા), પીકઅપ ડાલાનો ચાલક અને કંડકટર મળી ૩ વ્યક્તિઓ સામે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.