નડિયાદ : નડિયાદ શહેરમાંથી પસાર થતી રેલ્વે લાઈન પર રાત્રિના સમયે એક અજાણ્યો યુવક કિલોમીટર 443/20 સુંદર કુઈ ફાટક નજીક ટ્રેન નં.-12490ની અડફેટમાં આવી જતા કપાઈ જતા તેના શરીરના ટુકડે ટુકડા થઈ જતા કમકમાટીભર્યુ મોત નીપજવા પામ્યુ છે. આ અજાણ્યો યુવક રંગે ધઉં વર્ણનો, મઘ્યમ બાંધાનો, હાથ ઉપર અંગ્રેજીમાં પુલકીત તેમજ એસ લખેલ છે. આ યુવાન અકસ્માતે ટ્રેનની અડફેટે આવી જતા કપાઈ જતા કે આપધાત કર્યો છે તે અંગે હજુપણ તર્કવિતર્ક થઈ રહ્યા છે. આ અજાણ્યા યુવકની ઓળખ માટે તેમજ મૃતકના વાલી વારસોની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ બનાવની જાણ થતાં નડિયાદ રેલ્વે પોલીસે ધટના સ્થળે દોડી જઈ અજાણ્યા મૃતકની લાશના કપાઈ વેરવિખેર પડેલ અંગોને એકઠા કરી કબ્જે લીધા હતા. આ બનાવ સંદર્ભે નડિયાદ રેલ્વે પોલીસે નડિયાદ પશ્ર્ચિમ પોલીસમાં જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી..