નડિયાદ, ખેડાના નડિયાદમાં તબીબ પર બેદરકારીનો આરોપ લાગ્યો છે . શુભમ હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે પ્રસુતા મહિલા અને નવજાતનું મોત થયાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે. ત્યારે નડિયાદ ટાઉન પોલીસે સમગ્ર કેસમાં તપાસ શરુ કરી છે.
દવાપુરા ગામની પ્રસુતા મહિલાને એક દિવસ અગાઉ શુભમ હોસ્પિટલ ખાતે લવાઇ હતી. પરિવારનો આરોપ છે કે પ્રસુતિ સમયે તબીબો હાજર ન રહેતા મહિલાનું મોત નિપજ્યું છે. મહિલાના મોત બાદ રોષે ભરાયેલા ટોળાએ હોસ્પિટલમાં તોડફોડ પણ કરી હતી. ઘટનાની જાણ થતા જ ટાઉન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમજાવટથી મામલો થાળે પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હોસ્પિટલના તબીબનો દાવો છે મહિલાના મોતમાં તબીબોની બેદરકારી નથી.