નડિયાદમાં પતિએ જ પત્નીની જાહેરમાં હત્યા કરી, પાછો કહે છે કોઈ અફસોસ નથી

નડિયાદ,

નડિયાદમાં મહિલાની જાહેરમાં જ પતિએ ઉૈકી હત્યા કરતા સનસનાટી મચી ગઈ છે. આ હત્યા પાછળનું કારણ પતિ-પત્ની વચ્ચેનો ઝગડો મનાય છે. વળી આ હત્યા બદલ પતિને કોઈ અફસોસ પણ નથી. તેનું કહેવું હતું કે પત્નીએ જીદમાં આવીને કરેલા કોર્ટ કેસથી તે કંટાળી ગયો હતો. તેથી તેણે તેની હત્યા કરી હતી. ૪૭ વર્ષીય નિમિષાબેન રસિકભાઈ પરમારને છેલ્લા કેટલાક વર્ષોથી મતભેદ સર્જાતા પોલીસ અને કોર્ટ કેસ ચાલી રહ્યા હતા. તેઓ નડિયાદના પશ્ર્ચિમ વિસ્તારમાં આવેલા નવરંગ ટાઉનશિપમાં રહેતા હતા. તેમના પતિ વસો ખાતે રહે છે.

બંને વચ્ચે ચાલતા કેસમાં નડિયાદ કોર્ટમાં કેસની મુદત હતી.આરોપી પતિ એક્ટિવામાં ગેરકાયદેસર રીતે લાવેલી રિવોલ્વર છૂપાવીને લાવ્યો હતો. મુદત પૂરી કરીને ગુરુવારે બપોરે ઘરે પરત જતી વખતે પત્નીને જાહેરમાં ગોળી મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. પતિના હત્યારા પતિને પોલીસે સરદાર ભવનના પાર્કિંગમાંથી પકડી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં આશ્ર્ચર્યની વાત એ છે કે કોઈપણ રીતે શ ચલાવવાની તાલીમ ન ધરાવતી આ વ્યક્તિના હાથમાં તમંચો કે દેશી કટ્ટો ક્યાંથી આવ્યો તે ચિંતાનો વિષય છે.પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ પ્રકારના કટ્ટા કે તમંચા હવે શહેરમાં ક્યાંથી મળવા લાગ્યા છે.

આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે નડિયાદ શહેરના પશ્ર્ચિમ વિસ્તારમાં મિશન રોડ પર આવેલી નવરંગ ટાઉનશીપમાં રહેતા ૪૭ વર્ષના નીમીષાબેન પરમાર પ્રથમ પતિ સાથે એક દીકરીના જન્મ પછી છૂટાછેડા લીધા હતા. ત્યાર પછી તેમણે થોડા સમય પૂર્વે વસો ખાતે રહેતા નિવૃત વન કર્મચારી રસિક પરમાર સાથે બીજા લગ્ન કર્યા હતા. નિવૃત્ત વન કર્મચારીના પણ આ બીજા લગ્ન હતા બંનેનું લગ્ન જીવન સુખમય રીતે પસાર થતું હતું. આ દરમિયાન નિમિષાબેને પ્રથમ પતિથી જન્મેલ દીકરીને અભ્યાસ તેમજ કામ ધંધા અર્થે લંડન મોકલી હતી. જે હાલ પણ લંડનમાં વસવાટ કરે છે. નિમિષાબેન અને પતિ રસિક પરમાર વચ્ચે થોડા સમય પૂર્વે કોઈ બાબતને લઇ મતભેદ સર્જાયા હતા. જેના પગલે પતિ-પત્ની વચ્ચે ઘરકંકાસ શરૂ થયા હતા.

આનાથી કંટાળેલા નિમિષાબેન વર્ષોથી રસિક પરમારનું ઘર ત્યજી નડિયાદ મિશન રોડ પર આવેલ નવરંગ ટાઉનશીપમાં રહેતી માતા સાથે રહેવા આવી ગયા હતા. નિમિષાબેને પતિ વિરુદ્ધ દહેજ પ્રતિબંધક ધારા અંતર્ગત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સાથે નિમિષાબેને નડિયાદ કોર્ટમાં પતિ રસિક પરમાર સામે ભરણપોષણનો કેસ કર્યો હતો. દરમિયાન પતિ રસિક પરમાર મોટી રકમનું પેન્શન મેળવતો હોવા છતાં પત્નીને છૂટાછેડા માટે રૂપિયા આપ્યા ન હતા. જેથી નિમિષાબેન પણ જીદ પર ઉતર્યા હતા.