નડિયાદમાં નવા બિલોદરામાં મકાનનુ તાળુ તોડી 1.92 લાખની ચોરી કરતા તસ્કરો

નડિયાદ, નડિયાદ નવા બીલોદરા કર્મવીરનગર સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનના દરવાજાનુ તાળુ તોડી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા મળી કુલ રૂ.1,92,600ની મત્તાની ચોરી કરી હતી. આ બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પામી છે.

નડિયાદ નવા બીલોદરા કર્મવીરનગર સોસાયટીમાં રહેતા મનીશકુમાર કિરણભાઈ રાણા હોમગાર્ડ તેમજ ખાનગી શાળામાં શિક્ષકની નોકરી કરે છે. તેઓ તેમના સાળાનુ મોત થયુ હોય પરિવાર સાથે વલસાડ ગયા હતા. જયાં અંતિમવિધિ પુરી કરી તેઓ બાંદ્રા-ભાવનગર ટ્રેનમાં નડિયાદ આવવા નીકળ્યા હતા. રાતના સુમારે નડિયાદ રેલ્વે સ્ટેશન ઉતરી એક્ટિવા લઈ ધરે ગયા હતા. ત્યારે કોઈ તસ્કરો મકાનના દરવાજાનુ તાળુ તોડી અંદર ધુસ્યા હતા અને દરવાજામાં એક ઈસમને જોતા મનીશકુમારે બુમાબુમ કરતા તસ્કરો તેમની પાછળના દરવાજાએ થઈ દિવાલ કુદી અંધારાનો લાભ લઈ નાસી ગયા હતા. પરંતુ આ તસ્કરોમાં ચાર પૈકી એક તસ્કરે વાદળી કલરનુ જેકેટ, કાળા કલરનુ પેન્ટ પહેરેલ જોવા મળ્યુ હતુ. આ તસ્કરો તિજોરીનુ લોકર તોડી તેમાંથી દાગીના અને રોકડ મળી કુલ રૂ.1,92,600ની મત્તાની ચોરી ગયા હતા. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.