- મામલો પોલીસમાં પહોંચતા મૃતક મહિલાનું સિવિલ હોસ્પિટલમાં પેનલ પીએમ કરાવાયું.
નડિયાદ, નડિયાદ શહેરના વીકેવી રોડપર આવે શુભમ હોસ્પિટલમાંસોમવારે મોડી સાંજે નોર્મલ ડિલીવરી બાદ પ્રસુતાનું મૃત્યુથયું હતું. પ્રસુતિ થયાના બેકલાક બાદ માતા-બાળકબંનેના મૃત્યુ થતા મામલો ગરમાયો હતો અને પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતીવિગતો મુજબ નડિયાદનાદવાપુરા, રામદેવજી ફળીયામાંરહેતા અસ્મિતાબેન વાઘેલાને ડિલિવરી માટે હોસ્પિટલલાવવામાં આવ્યા હતા.
જ્યાં સાંજે 7 વાગ્યે ડિલિવરી થયાબાદ રાત્રે 9 વાગ્યે અચાનકમાતા-બાળક બંનેના મૃત્યુ થયા હતા. અચાનક મૃત્યુ થતા આવું કેવી રીતે બની શકે તેને લઈપરિવારજનો દ્વારા હોબાળોમચાવવામાં આવ્યો હતો અનેસમગ્ર મામલો ટાઉન પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પોલીસ દ્વારા એક્સીડેન્ટલ ડેથનો કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જે બાદ મૃતક પ્રસુતાનું નડિયાદ સિવિલ હોસ્પિટલખાતે પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. 2 કલાક સુધી અમને અંદર જવા ના દીધા ભાભીને ડિલીવરી માટે અંદર લઈ ગયા ત્યારે પરિવારના કોઈ સભ્યને અંદર સાથે રાખ્યા ન હતા. કારણ કે, ડિલિવરી દરમિયાન ડોક્ટર હાજર જ ન હતા. ભાભીના મૃત્યુ બાદ પણ 2 કલાક સુધી અમને અંદર જવા ના દીધાઅને બાદમાં અમને કહ્યું કે, તેમનું મૃત્યુ થઈ ગયુ છે. હકીકતમાં ડોક્ટરનીબેદરકારીને કારણે જ મૃત્યુ થયું છે. તેમની સામે સખત કાર્યવાહી થાય તેજરૂરી છે. મૃતકના દિયર પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ કારણ બહાર આવશે, જે પ્રસૂતાનું મૃત્યુ થયું છે. તેના પરિવારજનો છેલ્લા 30 વર્ષથી દવાપુરામાં સરપંચ પદુભોગવી રહ્યા છે. જેના કારણે આ વાઘેલા પરિવારનુ ગામની અંદર ખૂબ જ વર્ચસ્વછે. ગઇ કાલે જ્યારે પ્રસૂતાનું મૃત્યુ થયું. ત્યારે ગામના લગભગ 100 થી વધુ માણસો હોસ્પિટલ પહોંચી ગયા હતા. જેના કારણે હોસ્પિટલની બહાર લોકોના ટોળે ટોળા જામ્યા હતા. હોસ્પિટલમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેને લઇ પોલીસ દ્વારા બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. બીજી તરફ પરિવારજનોએ લાશ લેવાનોઇન્કાર કરતા પોલીસ ચિંતામાં હતી. જોકે, બાદમાં પોલીસના સમજાવાથી પ્રસુતાની લાશ લેવાઈ હતી અને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે તેનું પીએમ કરાયું હતું. હવે આ રીપોર્ટ બાદ સમગ્ર મામલો સ્પષ્ટ થશે.