નડિયાદ એક સંકલ્પ સામાજીક ક્રાંતિના ખૌર કાર્યક્રમ યોજાયો

નડિયાદ, ગુજરાતની સાક્ષરનગરીના આંગણે યુગ પુરૂષ, લોહ પુરૂષ અખંડ ભારતના શિલ્પી શ્રેષ્ઠ વ્યક્તિત્વ એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ ભૂમિ નડિયાદ 01-06-2024 – શનિવારના રોજ નડિયાદ ખાતે સરદારધામ યુવા સંગઠન આયોજીત મિશન – 2026 અંતર્ગત ભવ્ય યુવા સંવાદ – એક સંકલ્પ સામાજીક ક્રાંતિ કી ઓર કાર્યક્રમ યોજાયો. જેમાં 2500 થી વધારે લોકોએ હાજરી આપી. કાર્યક્રમમાં ઉપસ્થિત સરદારના વંશજો ભુપેન્દ્રભાઈ મનુભાઈ પટેલ અને સમીરભાઈ પ્રફુલભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું. સરદારધામ CEO સી.એલ. મીના સર દ્વારા GPSC / UPSC જેવી પરીક્ષાઓની તૈયારી કેમ કરવી તેના અંગે માર્ગદર્શન આપ્યું. આણંદના સાંસદ મીતેશભાઇ પટેલ (બકાભાઈ) દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી. કાર્યક્રમ દરમ્યાન અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ તથા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ તેમજ ડોા વૈભવભાઈ પટેલ સ્થાપક ટ્રસ્ટી તરીકે જોડાયા. સરદારધામ પ્રમુખસેવક ગગજીભાઇ સુતરીયા દ્વારા સરદારધામ વિચાર, મિશન, વિઝન, ગોલ અને પાંચ લક્ષ્યબિંદુઓ અને જુદા જુદા પ્રશ્ર્નો અંગે યુવા સંવાદ કરવામાં આવ્યો.