નડિયાદ, આંગણવાડી કેન્દ્રોમાં 3 થી 6 વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે કરાવવામાં આવતી પ્રવૃતિથી માતા-પિતા, વાલી અને સમુદાયને માહિતગાર કરી બાળકના વિકાસ અંગે જણાવી ચર્ચા કરી જાગૃતતા લાવવા, બાળકના પ્રારંભિક બાળ સંભાળ અને પુર્વ પ્રાથમિક શિક્ષાણનું બાળ વિકાસમાં મહત્વ સમજાવી સંવેદનશીલ બનાવવા તેમજ બાળકોના સર્વાંગી વિકાસમાં માતા પિતા અને કુટુંબ દ્વારા પ્રોત્સાહિત વાતાવરણ પુરૂં પાડવા માટે તેમની ભુમિકા સમજાવવા માટે અને આંગણવાડીમાં બાળકોના નામાંકનમાં વધારો કરવા તેમજ નોંધાયેલ બાળકો આંગણવાડીમાં નિયમિત આવતા થાય તે માટે વાલીની ભાગીદારી વધારવા માટે બાળકો અને વાલીઓ સાથે મળીને તારીખ.21 અને 22 મે-2024ના રોજ બે દિવસીય “બાળક પાલક” સર્જન કાર્યક્રમ આઈ.સી.ડી.એસ.નડીઆદ ઘટક-ર હસ્તકના 109 આંગણવાડી કેન્દ્રોમાં આયોજીત કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં બાળ વિકાસ યોજના અધિકારી તથા મુખ્ય સેવિકા બહેનો આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનો, કિશોરી/વાલી, પ્રી સ્કૂલ ઈન્સ્ટ્રકર સહિત આંગણવાડીમાં આવતા 3 થી 6 વર્ષના બાળકો અને વાલીઓ તેમજ આંગણવાડીમાં પ્રવેશપાત્ર ર થી 3 વર્ષ સુધીના બાળકો અને વાલીઓએ આંગણવાડી કેન્દ્રમાં ઉપસ્થિત રહીને બાળક પાલક સર્જન કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.