નડિયાદના કણજરી ગામના જમીન દલાલને નાણાંની લેતી-દેતીમાં જાનથી મારી નાંખવાની ધમકી

આણંદ,નડિયાદ તાલુકાના કણજરી ગામના એક જમીન દલાલને નાણાંની લેતી-દેતી મામલે આણંદના માથાભારે બે શખ્સોએ ફોન કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવા અંગે આણંદ શહેર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

કણજરી ગામે રહેતા ધનશ્યામભાઈ મનુભાઈ પરમારની આણંદમાં જમીન લે-વેચ તેમજ ટીશ્યુ પેપરની ફેકટરીની ઓફિસ આવેલી છે. વર્ષ-2022માં ધનશ્યામભાઈએ મિત્ર બશીર અહેમદ શાબીરશા દિવાનની બાકરોલ ગામની 26 ગુંઠા જમીન મુળ માલિક અરવિંદભાઈ મગનભાઈ ચોૈહાણ અને પ્રવિણભાઈ મગનભાઈ ચોૈહાણ તથા અન્ય વારસદારોની માલિકીની જમીન વર્ષ-2009માં વેચાણ દસ્તાવેજથી રાખી હતી. આ જમીનમાં એન્ટ્રી પાડવાની બાકી હોય બશીરઅહેમદને નાણાંની જરૂર પડતાં રૂ.4 લાખ રોકડા તેમજ ધંધામાં સાથે કામ કરતા ગામના હર્ષદભાઈ મગનભાઈ પટેલે પણ આરટીડીએસથી રૂ.3 લાખ આપ્યા હતા. આ જમીન ટાઈટર ક્લિયર થયા બાદ ધનશ્યામભાઈ અને હર્ષદભાઈના નામે દસ્તાવેજ કરી આપવાની બાંહેધરી કરાર વર્ષ-2022માં કર્યો હતો. દરમિયાન 6 મહિલા પહેલા હર્ષદભાઈ સાથે નાણાંકિય તકરાર થતાં જમીનની ભાગીદારીમાંથી નીકળી ગયા હતા. અને ગત તા.31મી ઓકટો.2023 રોજ મગનભાઈએ ફોન કરીને નાણાંનુ શુ થયુ ? તેમ જણાવી અપશબ્દો બોલ્યા હતા. બાદમાં ફોન અન્ય શખ્સને આપતા સામેથી હું મેહુલ ભરવાડ બોલુ છુ તેમ જણાવી કાલે સવારે બશીરભાઈને મારી ઓફિસે લઈને આવજે તેમ કહ્યુ હતુ. બીજા દિવસે સાંજે ધનશ્યામભાઈ બોરસદ ચોકડી ખાતે હતા ત્યારે ફોન આવતા મેહુલ ભરવાડ બોલુ છુ. હર્ષદભાઈના નાણાં આપી દે અને તું મારી ઓફિસે કેમ આવ્યો મારી ઓફિસે આવી જા નહિ તો…તેવી ધમકી આપી હતી.