- ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી, નડિયાદ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે માર્ગદર્શિકા.
રાજ્ય અને દેશમાં આગામી 7 સપ્ટેમ્બર થી 17 સપ્ટેમ્બર સુધી ગણેશ મહોત્સવ યોજાનાર છે. ત્યારેગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી, નડિયાદ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે પર્યાવરણને પ્રદૂષણ મુક્ત રાખવા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
પ્રદૂષણમુકત મૂર્તિ વિસર્જન માટે આવશ્યક બાબતો માટે સૂચનો આપવામાં આવ્યા છે.પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ બનાવવાનું કે ખરીદવાનું ટાળવા, કેમીકલયુકત રંગોવાળી મૂર્તિ બનાવવાનું કે ખરીદવાનું ટાળવા, જળાશયમાં મૂર્તિ વિસર્જન ન કરવા, કુદરતી માટી અને રંગોથી બનેલી મૂર્તિઓ જ વાપરવા, ટાંકી, ડોલ કે નિર્ધારીત જગ્યામાં જ મૂર્તિઓનું વિસર્જન કરવા, ઓગળેલી માટીને કુંડાઓમાં વાપરી તેમાં ફુલ છોડ રોપવા, ફુલ-માળા, કપડાં, પ્લાસ્ટિક અને થર્મોકોલ જેવી સાજસજાવટ સાથે મૂર્તિઓનું વિસર્જન ન કરવા અનેજળાશયોમાં પ્રદૂષણ ન થાય તે અંગે સઘળા પ્રયત્નો કરવા તથા ઇકો – ફ્રેન્ડલી માટીની મૂર્તિના સ્થાપન દ્વારા ગણેશોત્સવ સાથે પ્રકૃતિનું પણ જતન કરવા અપીલ કરવામાં આવી છે.