શિમલા,ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ રવિવારે સિરમૌર જિલ્લા હેઠળના સિરમૌરી તાલ વિસ્તારમાં થયેલા નુક્સાનની સમીક્ષા કરી. મીડિયા સાથે વાત કરતા નડ્ડાએ કહ્યું કે વડાપ્રધાન અને રક્ષા મંત્રી આ દુર્ઘટનાથી ખૂબ જ ચિંતિત છે. હું તેમના વતી પીડિતોને મળવા આવ્યો છું. કેન્દ્ર સરકાર કોઈપણ પ્રકારની આર્થિક મદદ કરવામાં પાછળ રહી નથી અને રહેશે પણ નહીં. દરેક શક્ય આર્થિક મદદ પૂરી પાડવામાં આવશે.
આજે હું હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાનને મળીશ, તેમની સાથે બધુ ચર્ચા કર્યા બાદ આ મુદ્દો કેન્દ્ર સમક્ષ ઉઠાવવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, વિપક્ષના નેતા જયરામ ઠાકુર, ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડૉ. રાજીવ બિંદલ, સંગઠન મહાસચિવ સિદ્ધાર્થ, શિમલાના સાંસદ સુરેશ કશ્યપ અને ધારાસભ્ય સુખરામ ચૌધરી હાજર હતા.