દાહોદ,
જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ દાહોદ અને જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદ દ્વારા આયોજિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુરભાઈ પારેખના માર્ગદર્શક હેઠળ તારીખ 6, 7, 8 જાન્યુઆરી 2023ના રોજ એન.ઈ જીરૂવાલા દાહોદ મુકામે જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. જેમાં લીમખેડા તાલુકા કક્ષાએ ઋષિભાઈ સલાણીયા બી.આર.સી કો-ઓર્ડીનેટર અને કૌશિકકુમાર પ્રજાપતિ સી.આર.સી કો-ઓર્ડીનેટર સતત તાલુકા કક્ષાએ પ્રથમ આવેલી કૃતિઓની વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. જેમાં જિલ્લા કક્ષાએ સરસ રીતે કૃતિ રજૂ થાય તે માટે સતત પ્રયત્ન કરવામાં આવ્યું. જેમાં દાહોદ જિલ્લા કક્ષાએ કુલ 5 વિભાગોમાંથી વિભાગ-4 ગુમણી પ્રાથમિક શાળા પ્રથમ નંબરે આવેલી છે. જેનું સંપૂર્ણ માર્ગદર્શક અંકિતભાઈ પારેખે આપેલ છે અને વિભાગ-5 માં ટીંબા પ્રાથમિક શાળા પ્રથમ નંબરે આવેલી છે. જેનું સંપૂર્ણ માર્ગદર્શન વાળંદ અલ્પેશભાઈ આપેલ છે. આમ, લીમખેડા તાલુકાની 2 કૃતિ પ્રથમ નંબરે આવી લીમખેડા તાલુકાનું ગૌરવ વધાર્યું છે. જે હવે રાજ્યકક્ષા ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં દાહોદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.