મ્યાનમાર,મ્યાનમારની સેનાના હવાઈ હુમલામાં ઘણા બાળકો સહિત ૧૦૦ થી વધુ લોકોના મોત થયા છે. માર્યા ગયેલા લોકો સૈન્ય શાસન વિરુદ્ધ આયોજિત એક વિરોધ કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. આ બનાવને લઈને, યુએન માનવાધિકાર વડાએ મ્યાનમારમાં ઘાતક હવાઈ હુમલાની નિંદા કરી છે. વોલ્કર તુર્કે કહ્યું કે, નાગરિકો પર હવાઈ હુમલાના અહેવાલ ખૂબ જ પરેશાન કરનાર છે. તેમણે કહ્યું કે જે કાર્યક્રમમાં બોમ્બ ફેંકવામાં આવ્યો હતો ત્યાં સ્કૂલના બાળકો પણ હાજર હતા.
હકીક્તમાં, ફેબ્રુઆરી ૨૦૨૧ માં, મ્યાનમારની સેનાએ દેશમાં બળવો કર્યો હતો. આ પછી મ્યાનમારની સેનાએ સત્તા કબજે કરી લીધી હતી. ત્યારથી મ્યાનમારમાં સૈન્ય શાસન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. સૈન્ય શાસન સામે યોજાઈ રહેલા વિવિધ વિરોધ પ્રદર્શન સામે મ્યાનમારની સેના દ્વારા લોકો પર કાર્યવાહી કરાઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર છેલ્લા બે વર્ષમાં ત્રણ હજારથી વધુ નાગરિકોના મોત સૈન્ય દ્વારા થયા છે.
મળતી માહિતી મુજબ, આ હવાઈ હુમલામાં રાષ્ટ્રીય એક્તા સરકારની ઓફિસ વસ્ત થઈ ગઈ હતી. તેમણે કહ્યું કે હુમલા દરમિયાન મહિલાઓ અને બાળકો સહિત ૧૫૦ થી વધુ લોકો સ્થળ પર હાજર હતા, જેમાંથી ૧૦૦ થી વધુ લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે મૃતકોમાં સશ જૂથોના નેતાઓ અને લશ્કરી શાસનનો વિરોધ કરતા અન્ય રાજકીય સંગઠનોનો સમાવેશ થાય છે.