મુંબઇ,શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે મંગળવારે જણાવ્યું હતું કે મહા વિકાસ અઘાડી (એમવીએ) હજુ પણ પ્રકાશ આંબેડકરની આગેવાની હેઠળની વંચિત બહુજન અઘાડી સાથે બેઠક વહેંચણીની વાટાઘાટો કરવામાં રસ ધરાવે છે. ફમ્છ ઘણી લોક્સભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી ચૂકી છે. પત્રકારો સાથે વાત કરતા, રાઉતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (ઈવીએમ) દૂર કરવાની અને બેલેટ પેપરના આધારે ચૂંટણી યોજવાની તેમની માંગનો પણ પુનરોચ્ચાર કર્યો.
પ્રકાશ આંબેડકર અગાઉ કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર) અને શિવસેના (યુબીટી) ધરાવતા એમવીએ સાથે લોક્સભા ચૂંટણી માટે સીટ વહેંચણીની વાટાઘાટો કરી રહ્યા હતા. પરંતુ તાજેતરમાં તેમણે ૪૮માંથી ૨૦ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. રાઉતે દાવો કર્યો હતો કે આંબેડકરની પાર્ટીએ સ્ફછ સાથે વાતચીત બંધ કરી દીધી છે. એમવીએ તેમને પાંચ બેઠકોની ઓફર કરી હતી. જેમાં અકોલા, રામટેક, ધુલે અને મુંબઈની એક સીટનો સમાવેશ થાય છે. અમે વીબીએ સાથે વાટાઘાટો બંધ કરવાના નથી, તેમણે કહ્યું. તેનાથી વિપરિત, અમે હજુ પણ પાર્ટી સાથે વાતચીત કરવા આતુર છીએ.
છેલ્લી સામાન્ય ચૂંટણીઓ (૨૦૧૯),વીબીએ ઉમેદવારો ઘણી બેઠકો પર ત્રીજા સ્થાને રહ્યા હતા. જ્યારે કોંગ્રેસ અથવા એનસીપી (અવિભાજિત)ના ઉમેદવારો બીજા ક્રમે રહ્યા હતા. શિવસેના (યુબીટી) નેતાએ કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે ટૂંક સમયમાં તેમની ખુરશી ગુમાવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના માટે પાર્ટીના દરવાજા ખુલ્લા નથી. દરમિયાન કોંગ્રેસે સોમવારે અકોલા લોક્સભા સીટ પરથી અભય પાટીલની ઉમેદવારીની જાહેરાત કરી હતી. પાટીલનો મુકાબલો ભાજપના સાંસદ સંજય ધોત્રે અને આંબેડકરના પુત્ર અનુપ ધોત્રે સાથે થશે, જેઓ ૨૦૧૯ની ચૂંટણીમાં બેઠક હારી ગયા હતા.