મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. દરમિયાન, કોંગ્રેસના એક નેતાએ રવિવારે કહ્યું હતું કે આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મહાવિકાસ અઘાડીના સહયોગીઓ વચ્ચે બેઠકોની વહેંચણી અંગે વાટાઘાટો ચાલી રહી છે અને બેઠકોની વહેંચણીમાં સૌથી વધુ યાન આપવામાં આવશે કે કયો ઉમેદવાર સૌથી વધુ આશાવાદી છે.
કોંગ્રેસ, શિવસેના (યુબીટી) અને એનસીપી એસપીના ગઠબંધન મહાવિકાસ અઘાડીએ ૧૬ ઓગસ્ટે તેના હોદ્દેદારોની સંયુક્ત બેઠક યોજી હતી. આ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નસીમ ખાને કહ્યું કે ’જીતની સંભાવના સાથી પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીનો આધાર હશે અને આના પર વહેલી તકે કામ કરવામાં આવશે.’ ગઠબંધનની જીતની સંભાવના વ્યક્ત કરતા ખાને કહ્યું કે ’લોક્સભા ચૂંટણીના પરિણામો ચોક્કસપણે વિધાનસભા ચૂંટણીમાં પણ પુનરાવતત થશે.’
નસીમ ખાને દાવો કર્યો હતો કે સત્તાધારી મહાયુતિના વચનો ખોટા છે અને તેમના તરફથી નકલી નિવેદનો આપવામાં આવી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે મહાયુતિના કાર્યકાળમાં વિકાસ ઓછો થયો છે અને ભ્રષ્ટાચાર વયો છે. રાજ્ય સરકારે મુંબઈ અને મહારાષ્ટ્રને નબળું પાડવાનું કામ કર્યું છે અને ખેડૂતોની આત્મહત્યા વધી છે. ખાને દાવો કર્યો કે લોકો સરકારથી નારાજ છે.
૧૬ ઓગસ્ટના રોજ યોજાયેલી એમવીએ સાથીઓની બેઠકમાં, શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ માગણી કરી હતી કે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી ગઠબંધનની વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં સીએમ ચહેરાની જાહેરાત કરવી જોઈએ. એમવીએ ગઠબંધન આ વર્ષની લોક્સભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ૪૮માંથી ૩૦ લોક્સભા બેઠકો જીતી હતી. જ્યારે ૨૦૧૯માં ૨૩ બેઠકો જીતનારી ભાજપ આ વખતે માત્ર ૯ બેઠકો જ જીતી શકી હતી.v