ચંડીગઢ, ગેંગસ્ટર અને તેના સાગરિતો પર કાર્યવાહી કરવા માટે, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની ટીમે સવારે ૫ વાગ્યે સોનીપતના ગઢી સિસાના ગામમાં કુખ્યાત પ્રિયવ્રત ફૌજીના ઘર અને સેરસામાં અંક્તિના ઘરે દરોડા પાડ્યા હતા. ટીમે બંનેના ઘરે તપાસ કરી હતી અને પ્રિયવ્રત ફૌજીની માતા અને અંક્તિ સેરસાના પિતાની પણ પૂછપરછ કરી હતી. આ પછી ટીમ પરત ફરી હતી.ગુરુવારે સવારે ૫ વાગ્યે એનઆઇએની ટીમે સિદ્ધુ મૂઝવાલા હત્યા કેસના મુખ્ય આરોપી અને લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગના શાર્પ શૂટર્સ પ્રિયવ્રત ફૌજી અને અંક્તિ સેરસાના ઘરે દરોડા પાડ્યા હતા.
પંજાબમાં ૨૯ મે, ૨૦૨૨ ના રોજ થયેલી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યામાં બંનેની ધરપકડ કરવામાં આવી હતી. એનસીઆર ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈના સંગઠિત આતંકી-ગુના સિન્ડિકેટને તોડવા માટે દરોડા પાડી રહી છે. ગુરુવારે દિલ્હી હેડક્વાર્ટરથી એનઆઇએની એક ટીમ ડીએસપી સૌરવ ભારદ્વાજના નેતૃત્વમાં સોનીપત પહોંચી હતી. મોટી સંખ્યામાં પહોંચેલા ટીમના સભ્યોની સાથે મહિલા કર્મચારીઓ પણ હતી. પ્રિયવ્રત ફૌજીના ઘરની તલાશીની સાથે ટીમે ફૌજીની માતાની પણ પૂછપરછ કરી હતી. આ પછી એનઆઈએની ટીમ માહિતી એકઠી કરીને પરત ફરી હતી. પ્રિયવ્રત લશ્કરી જેલમાં બંધ છે. ગયા વર્ષે પ્રિયવ્રતના ભાઈનું પણ પોલીસ એક્ધાઉન્ટરમાં મોત થયું હતું. ટીમ સેરસા ગામ પહોંચી હતી અને અંક્તિ સેરસાના પિતાની પૂછપરછ કરી હતી. અંક્તિના પિતાને કુંડલી પોલીસ સ્ટેશન લઈ જઈને માહિતી પણ એકત્ર કરવામાં આવી હતી.
મૂઝવાલા મર્ડર કેસમાં એનઆઇએની ટીમે ગુરુવારે બેરીના રહેવાસી કુલદીપ ઉર્ફે કશિશના ઘરે પણ દરોડા પાડ્યા હતા. એનઆઇએની ટીમ પહેલા બેરી પોલીસ સ્ટેશન પહોંચી અને પછી કુલદીપના ઘરે પહોંચી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું.એનઆઇએની ટીમે જ્યારે કુલદીપના ઘરે દરોડો પાડ્યો ત્યારે તેની માતા, ભાઈ અને ભાભી ઘરમાં હાજર હતા.ટીમે કુલદીપના ઘરે લગભગ એક કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું અને પરિવારના સભ્યોની પૂછપરછ કરી. લગભગ એક કલાકની પૂછપરછમાં, ટીમે ઘરે કોણ આવે છે અને જાય છે તેની ઘણી માહિતી એકઠી કરી હતી અને પરિવારના સભ્યોના ફોન પણ ચેક કર્યા હતા. લગભગ એક કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યા બાદ ટીમ પરત ફરી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે ટીમમાં લગભગ પાંચ લોકો સામેલ હતા. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ જસવીરનું કહેવું છે કે સિદ્ધુ મૂઝવાલા હત્યા કેસમાં એનઆઇએની ટીમ સવારે બેરીના રહેવાસી કુલદીપ ઉર્ફે કશિશના ઘરે પહોંચી હતી. ટીમે લગભગ એક કલાક સુધી પરિવારના સભ્યોની પૂછપરછ કરી. જે બાદ ટીમ પરત ફરી હતી.