મુઝફરનગરમાં કાવડિયાઓએ પોલીસ પર ખુરશીઓ ફેંકી:કાવડ ખંડિત થતા બબાલ

મુઝફરનગરમાં કાવડ તૂટી પડતાં કાવડિયાઓએ હોબાળો મચાવ્યો હતો. હોટલમાં ઘૂસીને ચાલકને માર મારવામાં આવ્યો હતો. હોટલમાં તોડફોડ કરવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓને ધક્કો મારીને પાડી દેવામાં આવ્યા હતા. ખુરશી ફેંકવામાં આવી હતી. કાવડિયાઓમાં એટલો ગુસ્સો હતો કે તેઓએ પોલીસકર્મીઓની સામે પણ ચાલકનો પીછો કર્યો અને માર માર્યો.

ચાલકે હોટલમાં ઘુસીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાવડિયાઓએ તેને પણ હોટલમાં ઘેરી લીધો અને માર મારવાનું શરૂ કર્યું. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ કર્મચારીઓને ધક્કો મારવામાં આવ્યો હતો. જ્યારે હોટલનો સ્ટાફ તેને બચાવવા આવ્યો તો તેમને પણ માર માર્યો હતો.

ગુસ્સે ભરાયેલા લોકોએ હોટલની ખુરશીઓ તોડી નાખી. તે ડ્રાઈવરને લાતો અને મુક્કાથી મારતા રહ્યા. બહાર ઉભેલા કેટલાક લોકો તેનો વીડિયો બનાવતા રહ્યા, પરંતુ કોઈએ તેને બચાવવાની હિંમત ન કરી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો. કાવડિયાઓએ તેમની સાથે ઝઘડો કર્યો.

ગુસ્સે ભરાયેલા કાવડિયાઓએ કાર પર ચઢીને તેને તોડી નાંખી હતી. પોલીસે કોઈક રીતે ઈજાગ્રસ્ત ડ્રાઈવરને બચાવીને પોલીસ સ્ટેશન મોકલી આપ્યો હતો.