મુવાડા ક્ધયાશાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

આજરોજ મુવાડા ક્ધયા પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી માટે શાળા તરફથી દરેક વિદ્યાર્થી બહેનોને રાખડીઓ આપી હતી. જે શાળાના જ વિદ્યાર્થીઓને રાખડી બાંધી ભાઈઓની રક્ષા માટે પ્રાર્થના કરી હતી. તો વિદ્યાર્થી ભાઈઓએ બહેનોને ચોકલેટ આપી હર્ષ સાથે મોં મીઠુ કરાવ્યું હતું. સાથે સાથે બાળાઓએ શાળાના શિક્ષકોને રાખડી બાંધી આશીર્વાદ મેળવ્યા હતા. આ કાર્યક્રમના ઉલ્લાસભેર ઉજવણી માટે શાળાના સ્ટાફ મિત્રોએ સાથે મળી ખુબ સરસ તૈયારી કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.