મુંબઇ, આપણા દેશમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, પારસી, જૈન વગેરે જેવા અનેક ધર્મો અને સંપ્રદાયોના લોકો વસે છે. દરેક વ્યક્તિ ભગવાનમાં માને છે અને પોતપોતાના ધર્મમાં તેની પૂજા કરે છે. પરંતુ કેટલાક સ્ટાર્સ એવા છે જે મુસ્લિમ હોવા છતાં પણ ભગવાનમાં વિશ્ર્વાસ ધરાવે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર બહુ જલ્દી આવી રહ્યો છે. ટીવીથી લઈને બોલિવૂડ સ્ટાર્સ ઘરે ઘરે બાપ્પાનું સ્વાગત કરે છે. જેમ કે બધા જાણે છે કે આ એક હિંદુ તહેવાર છે પરંતુ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જેઓ મુસ્લિમ હોવા છતાં ગણેશ ચતુર્થીના તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આ લિસ્ટમાં સલમાન ખાનથી લઈને ટીવીની હિના ખાન સુધીના દરેકનો સમાવેશ થાય છે.આવો આજે એક નજર કરીએ તે સ્ટાર્સ પર.
દરેક વ્યક્તિ જાણે છે કે સલમાન ખાન અને તેની બહેન અર્પિતા ખાન શર્મા દર વર્ષે બાપ્પાને પોતાના ઘરે લાવે છે અને આ તહેવાર ધામધૂમથી ઉજવે છે. ખાન પરિવારનો ભાગ્યે જ કોઈ એવો સભ્ય હશે જે આ ઉત્સવમાં ભાગ ન લે.
બોલિવૂડના કિંગ ખાન પણ દરેક હિંદુ તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. અભિનેતા આ તહેવાર તેના પરિવાર અને બાળકો સાથે ઉજવે છે. તેમને ગણપતિ બાપ્પામાં ખૂબ જ શ્રદ્ધા છે અને દર વર્ષે તેમના ઘરે તેમની મૂર્તિ સ્થાપિત કરે છે.
સૈફ અલી ખાન ભલે મુસ્લિમ હોય, પરંતુ તેણે કરીના કપૂર સાથે લગ્ન કર્યા છે. તેથી જ તેઓ દર વર્ષે તેમની પત્ની અને બે બાળકો તૈમૂર અને જેહ સાથે તેમના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરે છે. ગયા વર્ષે, તેમના પરિવાર સાથે પૂજા કરતી કેટલીક તસવીરો પણ સામે આવી હતી.
અન્ય સ્ટાર્સની જેમ ટીવી એક્ટર ઝૈન ઈમામ પણ ટીવી શોના સેટ પર ગણેક ચતુર્થીની ઉજવણી કરે છે. આ સાથે સંબંધિત અભિનેતાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
સારા અલી ખાન પણ હિંદુ ધર્મમાં ખૂબ આસ્થા ધરાવે છે. તે અવારનવાર કેદારનાથ, અમરનાથ અને મહાકાલ વગેરે મંદિરોની મુલાકાત લે છે. અભિનેત્રી ગણેશ ચતુર્થી ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. તેણે ઘણી વખત તેની તસવીરો પણ શેર કરી છે.
હોળી અને દિવાળીની જેમ ટીવીની ફેવરિટ અભિનેત્રી હિના ખાન પણ દર વર્ષે ગણેશ ચતુર્થીની ઉજવણી કરે છે. આ કારણોસર, તે ઘણી વખત ટ્રોલના નિશાના પર રહી છે, જો કે હિના ખાન તેની પરવા કરતી નથી, તે દરેક તહેવાર ધામધૂમથી ઉજવે છે.