મુસ્લિમ પર્સનલ લો બોર્ડના અધ્યક્ષ મૌલાના રાબે હસનીનું અવસાન

લખનૌ,ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડનાં અધ્યક્ષ હઝરત મૌલાના રાબે હસની નદવી સાહેબનું આજે એટલે કે ૧૩ એપ્રિલ,ગુરુવારનાં રોજ નિધન થયું છે. મૌલાના રાબે હસની નદવીની તબીયત ઘણાં સમયથી ખરાબ હતી.

મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડનાં અધ્યક્ષને ઈલાજ માટે રાયબરેલીથી લખનઉ લઈ જવાયા હતાં. તેમણે લખનઉનાં ડાલીજંગ સ્થિત નદવા મદરસેમાં ૯૩ વર્ષની ઉંમરે છેલ્લાં શ્ર્વાસ લીધાં.