મુસ્લિમ દેશો પાસે ભીખ ન મળતા હવે રશિયાના શરણે પાકિસ્તાન, રશિયા સસ્તું ક્રૂડ ઓઈલ આપશે

  • ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાન પાસે હવે કદાચ રશિયાનો એકમાત્ર આધાર બચ્યો છે.

ઇસ્લામાબાદ,

વિશ્ર્વભરમાંથી મદદ લીધા બાદ પાકિસ્તાન હવે રશિયાની મદદથી પોતાનો જીવ બચાવવાની યોજના બનાવી રહ્યું છે. પાકિસ્તાન રશિયા પાસેથી સસ્તામાં રશિયન ક્રૂડ ઓઈલ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને કાચા તેલની કિંમત પ્રતિ બેરલ ઇં૫૦ સુધી હોય, જે તેને રોકડની સમસ્યા તેમજ મોંઘવારીનો સામનો કરવામાં મદદ કરશે. જો કે, એ મહત્વનું છે કે, કાચા ક્રૂડ ઓઈલની કિંમત પણ રશિયન ઓઈલ પર ૬૦ની રશિયન ક્રૂડ ઓઈલ પ્રાઈસ કેપ કરતા બેરલ દીઠ ઇં૧૦ ઓછી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની વર્તમાન કિંમત ૮૨.૭૮ ડોલર પ્રતિ બેરલ છે. જો કે, પશ્ર્ચિમી દેશોના પ્રતિબંધોનો સામનો કરીને, રશિયા પહેલેથી જ મોટા ડિસ્કાઉન્ટ પર ક્રૂડ ઓઇલનું વેચાણ કરી રહ્યું છે. ભારત અને ચીન જેવા મોટા આયાત કરનારા દેશોએ પણ તેમની આયાતનો મોટો હિસ્સો રશિયામાં શિટ કર્યો છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન પણ રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદવાનો પ્રયાસ કરી રહ્યું છે.

પાકિસ્તાન હાલમાં દેવાના બોજમાં ડૂબી ગયું છે. સાથે જ તેના નાણાની હાલત પણ ખરાબ છે. એટલા માટે તે રશિયા પાસેથી ડિસ્કાઉન્ટમાં ક્રૂડ ઓઈલ માંગે છે. ‘ધ ન્યૂઝ’ના સમાચાર અનુસાર, રશિયાએ હજુ સુધી પાકિસ્તાનની આ વિનંતીને મંજૂર કરવાની બાકી છે. આ ત્યારે જ થશે જ્યારે અન્ય ઔપચારિક્તાઓ જેમ કે ચુકવણીની રીત, પ્રીમિયમ સાથે નૂરની કિંમત અને વીમા સંબંધિત શરતો વગેરે પર બંને દેશો વચ્ચે સંમતિ થશે.

આ પહેલા પાકિસ્તાને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંકને પણ મદદની અપીલ કરી હતી. પાસેથી ગ્રાન્ટ મેળવવા માટે, પાકિસ્તાને ખર્ચ ઘટાડવા અને ટેક્સ કલેક્શન વધારવા માટે પણ ઘણા પગલાં લીધા છે. ધ ન્યૂઝ અનુસાર, પાકિસ્તાન પહેલા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલનું માત્ર એક જહાજ ખરીદશે, જેથી તેને રશિયન ઓઈલની વાસ્તવિક કિંમતનો ખ્યાલ આવી શકે. એવી અપેક્ષા છે કે આ રશિયન તેલ આવતા મહિનાના અંત સુધીમાં પાકિસ્તાનને પહોંચાડવામાં આવશે.

રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાની રેસમાં માત્ર પાકિસ્તાન જ નહીં, ભારત અને ચીન પણ પાછળ નથી. હવે ભારતની કુલ ક્રૂડ ઓઈલની આયાતમાં રશિયાનો હિસ્સો એક તૃતીયાંશથી વધુ છે. તે જ સમયે, ઓછી કિંમતનો લાભ લેવા માટે, ચીનની રિફાઇનરીઓએ પણ રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત વધારી દીધી છે. માર્ચમાં તે નવા રેકોર્ડ સ્તરને પહોચી શકે છે.

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે, ય્૭ દેશોએ રશિયન ક્રૂડ ઓઈલની કિંમત પર બેરલ દીઠ ૬૦ની મર્યાદા લાદી છે. યુરોપિયન યુનિયનની શિપિંગ અને ઈન્સ્યોરન્સ વગેરેની સુવિધાઓનો ઉપયોગ આના કરતાં ઓછી કિંમતે ક્રૂડ ઓઈલ વેચવા માટે થઈ શકે નહીં. જો કે, ભારતીય રિફાઈનરી કંપનીઓ યુએઈના ચલણ દિરહામનો ઉપયોગ કરીને રશિયન તેલની આયાત કરી રહી છે, જેથી તે પ્રતિ બેરલ ઇં૬૦ કરતા પણ ઓછા ભાવે મળી શકે.