તજાકિસ્તાનમાં ૯૬ ટકા જેટલી મુસ્લીમ વસ્તી હોવા છતાં ત્યાં દાઢી રાખવા ઉપર અને મહિલાઓને હિજાબ પહેરવા ઉપર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તજાકિસ્તાનનું સંવિધાન ધર્મ-નિરપેક્ષ છે, તેમાં તમામને પોતાનો ધર્મ અનુસરવાની ગેરન્ટી પણ આપવામાં આવી છે તેમ છતાં તજાકિસ્તાનના પ્રમુખ ઇમોઆલી રીહમોન્સે દાઢી અને હિજાબ ઉપર પ્રતિબંધ મુકી જ દીધો છે પરંતુ તે સાથે બુક- શોપ્સમાં ધાર્મિક ગ્રંથો રાખવા ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ માહિતી આપતાં યુએસની ઉક્ત જણાવે છે કે, ૩૦ વર્ષથી તાજિકિસ્તાનમાં સત્તા ભોગવી રહેલા આ કટ્ટર સામ્યવાદી નેતાએ ૨૦૨૨માં તમામ ધામક બુકશોપ્સ પણ બંધ કરાવી દીધા હતા.આ પૂર્વે ૨૦૧૫માં ૧૫ વર્ષથી નાની વયની બાળાઓને હીજાબ પહેરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પરંતુ હવે તે પ્રતિબંધ તમામ મહિલાઓને લાગુ પડે છે.
આ ઉપરાંત પ્રમુખ રાહમોન્સે માત્ર દફનવિધિ સમયની ધામક ક્રિયા સિવાય અન્ય તમામ ધામક પ્રવૃત્તિઓને બંધ કરી છે તેમાં પણ મૃત્યુ પછી યોજાતા જમણવાર પ્રતિબંધિત કર્યા છે. જ્યારે લગ્ન સમયના જમણવારો ઉપર પણ સંખ્યાની દ્રષ્ટિએ કડક પ્રતિબંધો મૂકી દીધા છે. વળી, અંતિમ યાત્રામાં પણ કેટલાને લઈ જવા કે, લગ્ન સમયે યોજાતી વરયાત્રામાં કેટલાને લઈ જવા તેની નિશ્ર્ચિત સંખ્યા છે અને તેની ઉપર સરકારના અધિકારીઓ કડક નજર રાખે છે.
પ્રમુખ ઇમોમાન રાહન્સોના કઠોર નિયમો જેટલા કઠોર નિયમો ૧૯૨૦-૨૧માં તુર્કીના પ્રમુખ કમાલ આતાતુર્કે ઘડયા ન જ હતા પરંતુ તેઓ દાઢી રાખવા ઉપર તેમજ હિજાબ પર પ્રતિબંધ મૂક્યો હતો. શિક્ષણ ક્ષેત્રે પણ સુધારા કર્યા હતા અને માત્ર ધામક શિક્ષણને બદલે આધુનિક શિક્ષણ પદ્ધતિ દાખલ કરી હતી. આવી આધુનિક શિક્ષણ પદ્ધતિ હવે તાજાકિસ્તાનમાં અપનાવાઈ રહી છે.