બ્રાઝિલમાં ઓફિસ બંધ થવાને કારણે હવે એક્સના કર્મચારીઓ ત્યાં રહેશે નહીં. જો કે, બ્રાઝિલિયનો પહેલાની જેમ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા રહેશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસએ બ્રાઝિલમાં પોતાનું કામકાજ બંધ કરી દીધું છે.કંપનીના સીઈઓ ઈલોન મસ્કે આ માહિતી આપી હતી. તેમણે આ નિર્ણય માટે સુપ્રીમ કોર્ટના સેન્સરશિપ આદેશને જવાબદાર ગણાવ્યો હતો. જો કે, બ્રાઝિલિયનો માટે ઠની સેવાઓ પહેલાની જેમ ચાલુ રહેશે.મસ્કે એકસ પર લખ્યું હતું- સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એલેક્ઝાન્ડ્રે ડી મોરેસની (ગેરકાયદેસર) ગુપ્ત સેન્સરશીપ અને પ્રાઈવેટ માહિતી સોંપવાની માગને કારણે, અમે બ્રાઝિલમાં ઠ ઑફિસને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય મુશ્કેલ હતો, પરંતુ અમારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો.
અલ જઝીરાએ અહેવાલ મુજબ કંપનીનો નિર્ણય ખોટી માહિતીને રોકવા માટે પ્લેટફોર્મના અધિકારો અને જવાબદારીઓને લઈને જસ્ટિસ મોરેસ સાથેની કાનૂની લડાઈ પછી આવ્યો છે. ઠનો દાવો છે કે એલેક્ઝાન્ડ્રે મોરેસે બ્રાઝિલમાં તેમના એક કાનૂની પ્રતિનિધિની ધરપકડ કરવાની ધમકી પણ આપી હતી.મસ્કે બ્રાઝિલમાં એકસની કામગીરી બંધ કરવાની માહિતી આપી હતી. કંપનીએ કહ્યું- અમને ડરાવવામાં અને ધમકી આપવામાં આવી રહી છે
એકસની ગ્લોબલ ગવર્નમેન્ટ અફેર્સ ટીમે તેના અધિકૃત એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા એલેક્ઝાન્ડ્રે ડી મોરેસની ધમકીઓ વિશે માહિતી આપી હતી. કંપનીએ કહ્યું કે મોરેસે સીક્રેટ આદેશમાં આ ધમકી આપી હતી, જે એકસએ હવે શેર કરી છે. કંપનીએ અહેવાલ આપ્યો છે કે મોરેસે કાયદાનું પાલન કરવાને બદલે બ્રાઝિલમાં તેમના કર્મચારીઓને ડરાવ્યા અને ધમકાવ્યા. મોરેસે કંપનીના કાનૂની પ્રતિનિધિને કહ્યું કે જો તે ઠમાંથી કેટલીક સામગ્રી દૂર નહીં કરે તો તેની ધરપકડ કરવામાં આવશે.
એકસનો આરોપ છે કે અમારી ઘણી અપીલો સુપ્રીમ કોર્ટમાં સાંભળવામાં આવી નથી. તેથી, અમારા કર્મચારીઓની સલામતી માટે, અમે બ્રાઝિલમાં અમારી કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. જો કે, બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એલેક્ઝાન્ડ્રેએ હજુ સુધી ઠના આરોપોનો જવાબ આપ્યો નથી.૭ એપ્રિલે ઈલોન મસ્કે બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના જજ એલેક્ઝાન્ડ્રે ડી મોરેસને હટાવવાની માંગ કરી હતી. મસ્કે કહ્યું હતું કે જજે રાજીનામું આપી દેવું જોઈએ અથવા સરકાર દ્વારા મહાભિયોગ દ્વારા તેમને હટાવવા જોઈએ.
મોરેસે એકસ ને કેટલીક હસ્તિઓના એકાઉન્ટ્સ બ્લોક કરવાનો આદેશ આપ્યો. જો તેમ ન કરવામાં આવે તો, તેઓને એક્સેસ કટ ઓફ કરવાનો અને દંડ લાદવાની ધમકી આપવામાં આવી હતી. જજે કહ્યું કે મસ્ક એકસ નો ઉપયોગ ક્રિમિનલ ઈન્સ્ટૂમેન્ટલાઈઝેશન એટલે કે ગુનાહિત સાધન તરીકે કરી રહ્યા છે. આ પછી મસ્કે પોતાના હેન્ડલ પરથી એક પછી એક પોસ્ટ કરીને જજ પર હુમલો કરવાનું શરૂ કર્યું.
મસ્કે પોસ્ટમાં લખ્યું – ’એલેક્ઝાન્ડ્રેએ જે પણ માંગ કરી છે અને તે બ્રાઝિલના કાયદાનું કેવી રીતે ઉલ્લંઘન કરે છે તે એકસ ટૂંક સમયમાં પ્રકાશિત કરશે. આ જજે બ્રાઝિલના બંધારણ અને લોકો સાથે વારંવાર દગો કર્યો છે. તેમણે રાજીનામું આપવું જોઈએ અથવા મહાભિયોગ ચલાવવો જોઈએ. ’શરમ કરો એલેક્ઝાન્ડ્રે, શરમ કરો.’ મસ્કે કહ્યું, એક્સ એલેક્ઝાન્ડ્રેએ જે માંગણી કરી છે તે બધું પ્રકાશિત કરશે. અન્ય પોસ્ટમાં, મસ્કએ લખ્યું, ’ડી મોરેસ ભારે દંડ લાદવાની અને બ્રાઝિલથી એકસની ઍક્સેસને કટ-ઓફ કરવાની ધમકી આપી રહ્યા છે. આ સાથે, અમે કદાચ બ્રાઝિલમાં બધી આવક ગુમાવીશું અને અમારે ત્યાં અમારી ઑફિસ બંધ કરવી પડશે, પરંતુ નફા કરતાં સિદ્ધાંત વધુ મહત્વ ધરાવે છે.