આગામી તા.૩૧મીના શનિવારથી મૂર્તિપૂજક જૈનોના તથા તા.૧લી સપ્ટેમ્બરથી સ્થાનકવાસી જૈનોના પર્વાધિરાજ પર્યુષણ પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. જયારે દિગંબર જૈનોના પર્યુષણ પર્વનો પ્રારંભ ભાદરવા સુદ-૪થી થાય છે. દિગંબર જૈનો દસ લક્ષણા પર્વ તરીકે પર્યુષણ પર્વની ઉજવણી કરે છે. આગામી તા.૩૧મીથી મૂતપૂજક જૈનોના પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ થતા જિનાલયોને રોશનીનો શણગાર તથા સુશોભન કરવામાં આવેલ છે.
સ્થાનકવાસી જૈન ઉપાશ્રયોને સુશોભન કરવામાં આવેલ છે. પર્યુષણના આઠ દિવસ વિવિધ ધર્મસ્થાનકો, ઉપાશ્રયોમાં વ્યાખ્યાનો, પ્રતિક્રમણ, ધર્મ-તપ આરાધનામાં વ્યાખ્યાનો, પ્રતિક્રમણ, ધર્મ-તપ આરાધનામાં જૈનો ધર્મોલ્લાસ સાથે જોડાશે. પર્વાધિરાજ પર્યુષણ પર્વ એ મન, કાય અને આત્મ શુધિનું પર્વ છે. અઠ્ઠાઈ ઘરથી આઠ દિવસ જૈનો ભક્તિ-ધર્મ આરાધનામાં રસતરબોળ થશે. દરેક જૈન પરિવારમાં એકાસણું, બેસણું, આયંબીલ, ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ તથા અઠ્ઠાઈ વગેરે તપશ્ર્ચર્યા થશે.
પર્વાધિરાજ પર્યુષણના પ્રથમ દિવસે મૂતપૂજક જૈન સંઘોમાં ગુરૂ ભગવંતો, સાવીજી ભગવંતો વ્યાખ્યાનમાં પાંચ ર્ક્તવ્યો જેવા કે અમારિ પ્રર્વતન, સાધમક વાત્સલ્ય, ક્ષમાપના, અઠ્ઠમ તપ તથા ચૈત્ય પરિપાટી વિષેની સમજાવે છે. પર્યુષણ એટલે પાપ શુધિ માટે આવેલી ગંગામાં સ્નાન કરીને આત્માને પવિત્ર, શુધ, અને કર્મરહિત બનાવવાના દિવસો છે. પર્વાધિરાજ પર્યુષણના આગળના સાત દિવસો સંવત્સરીની ભૂમિકા રૂપ ધર્મમય માહોલ બનાવવા માટેના હોય છે.
૧૯૮ વર્ષ પ્રાચીન શ્રી સુપાશ્ર્વનાથ જિનાલય (માંડવી ચોક દેરાસર)માં આગામી તા.૩૧ના શનિવારથી તા.૭મીના શનિવાર સુધી પૂ. ગણિવર્ય શ્રી તારકચંદ્રસાગરજી મ. તથા પૂ.સાવીજી ભગવંત શ્રી વિપુલયશાશ્રીજી મ. આદિની નિશ્રામાં પર્યુષણ પર્વની આરાધના થશે. આઠ દિવસ પરમાત્માને સાચા ડાયમંડ હીરા-મોતીની લાખેણી અંગરચના કરવામાં આવશે. જિનાલયને રોશનીનો શણગાર તથા સુશોભન કરવામાં આવેલ છે.દરરોજ રાત્રે ૯થી ૧૧ જૈન સમાજના જાણીતા ભક્તિકાર શૈલેષભાઈ વ્યાસ તથા ધર્મેશ દોશી ભાવિકોને ભક્તિમાં રસ તરબોળ કરશે તેમ સંઘની યાદીમાં જણાવાયું છે.
કાલાવડ જૈન સંઘમાં જિનશાસન પ્રભાવક આ.ભ.પૂ.શ્રી જયશેખરસુરીજી મ. આદિની નિશ્રામાં પર્યુષણ પર્વની ઉજવણી તપ, ધર્મ, આરાધના સાથે થશે. દરરોજ પરમાત્માને ભવ્ય આંગી રચાશે. દેરાસરને રોશનીના શણગાર કરાયો છે તથા સુશોભિત કરવામાં આવેલ છે.
રાજકોટમાં સ્થાનકવાસી જૈન ઉપાશ્રયોમાં બિરાજમાન પૂ. સંત-સતીજીઓની સૂચિ આપવામાં આવેલ છે. આગામી તા. ૧લીના રવિવારથી પર્યુષણ પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે. દરેક ઉપાશ્રયોમાં વિવિધ ધામક આયોજનો કરાયા છે