મુનપુર કોલેજનું ગૌરવ : ચેન્નઇ ખાતે યોજાનાર નેશનલ ઇન્ટીગ્રેશન કેમ્પમાં શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીની ટીમમાં મુનપુર કોલેજના બે વિદ્યાર્થીઓ ની પસંદગી થતા આજરોજ તેઓનો શુભેચ્છા સમારોહ યોજવામાં આવ્યો

સંતરામપુર, અત્રેની કોલેજમાં „ N.S.S. વિભાગ અંતર્ગત આચાર્ય ડો. એમ.કે.મહેતાના માર્ગદર્શન અને પ્રેરણાથી તા. 19/06/2023 થી 25/06/2023 દરમિયાન ચેન્નઇ ખાતે યોજાનાર નેશનલ ઇન્ટીગ્રેશન કેમ્પમાં શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીની ટીમમાં મુનપુર કોલેજના બે વિદ્યાર્થીઓ (1) ડામોર વિપુલકુમાર ભારતભાઈ અને (2) ડામોર સર્જિતકુમાર ભરતભાઈ (સેમેસ્ટર-3) ની પસંદગી થતા આજરોજ તેઓનો શુભેચ્છા સમારોહ યોજવામાં આવ્યો. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડો. એમ.કે.મહેતા, પ્રોગ્રામ ઓફિસર પ્રા. જે.એલ.ખાંટ અને કોલેજ પરિવાર વતી બંને વિદ્યાર્થીઓને હળવો સ્વાસ્થ્યવર્ધક નાસ્તો અને જરૂરી દવાઓ સાથેની કીટ આપીને કેમ્પ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી.