મુંદ્રા પોર્ટ કેસ: સ્પેશ્યલ એનઆઇએ કોર્ટે સાતેય આરોપીને છોડવા ઇન્કાર કર્યો

અમદાવાદ, સ્પેશિયલ એનઆઇએ કોર્ટે મુન્દ્રા પોર્ટ પર ૨,૯૮૮ કિલો હેરોઈનના જથ્થાને લગતા કેસમાંથી સાત આરોપીઓને છોડવાનો ઇનકાર કર્યો હતો. ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સે સપ્ટેમ્બર ૨૦૨૧માં આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને બાદમાં એનઆઇએ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી.

સ્પેશિયલ એનઆઇએ જજ કે.એમ.સોજીત્રાએ આશી ટ્રેડિંગ કંપનીના માલિકો મચાવરમ સુધાકર રાવ અને તેની પત્ની ગોવિંદરાજુ દુર્ગા પૂર્ણા વૈશાલી અને તેમના મેનેજર રાજકુમાર પેરુમલ અને ત્રણ અફઘાન નાગરિકો મોહમ્મદ ખાન અખલાકી, ફરદીન ઓમર અમેરી, સોભન આર્યનફર એક પ્રદીપ કુમાર સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજીને ફગાવી દીધી હતી.

આ સાતેયની ભારતમાં ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ કરતી વખતે તપાસ એજન્સી દ્વારા ધરપકડ કરાયેલા લોકોમાંનો સમાવેશ થાય છે જે આંતરરાષ્ટ્રીય કાર્ટેલનો ભાગ હતા, એમ આ કેસના વિશેષ ફરિયાદી એમજી કાપડિયાએ જણાવ્યું હતું.

ન્યાયાધીશે નિષ્કર્ષ કાઢ્યો, “તપાસ એજન્સી દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવાના પ્રકારને યાનમાં લીધા પછી, આ કોર્ટનો પ્રથમ દૃષ્ટિએ અભિપ્રાય છે કે એકત્રિત કરવામાં આવેલા પુરાવા ટ્રાયલને આગળ વધારવા માટે પૂરતા છે.”

કોર્ટે તપાસર્ક્તાના એફિડેવિટ પર આધાર રાખ્યો હતો જેમાં મૌખિક પુરાવાઓમાંથી વિગતો આપવામાં આવી હતી, જેમાં સંરક્ષિત સાક્ષીઓના નિવેદનોનો સમાવેશ થાય છે. તેમણે એ પણ નોંયું હતું કે એવું જાણવા મળ્યું છે કે કેટલાક આરોપીઓ પર દિલ્હી અને પંજાબમાં એનડીપીએસ એક્ટ હેઠળ પહેલાથી જ કેસ દાખલ કરવામાં આવ્યો છે.