
ભુજ, કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં એક સામાજિક કાર્યકરની હત્યા કરવામાં આવી. ૩૮ વર્ષીય સામાજિક કાર્યકરની હત્યા બદલ એક પરિવારના ચાર સભ્યો સામે ગુનો નોંધવામાં આવ્યો. આ પરિવારના સભ્યોમાં એક મહિલા, તેના પતિ અને બે પુત્રો સામે ગુનાહિત ષડયંત્રનો કેસ નોંધવામાં આવ્યો.
આ ઘટનાને લઈને પોલીસે માહિતી આપતા જણાવ્યું કે મુન્દ્રા તાલુકાના પત્રી ગામમાં હત્યા કરવામાં આવી તે સામાજિક કાર્યકરનું નામ પૃથ્વીરાજસિંહ જાડેજા છે. ૩૮ વર્ષીય પૃથ્વીરાજની હત્યા એક ષડયંત્ર છે. અને આ ષડયંત્રને ચાડ પરિવારે શનિવારે અંજામ આપ્યો. ચાડ પરિવારના વેજીબેન ચાડ, તેના પતિ વાલજી ચાડ અને તેના પુત્રો નંદલાલ ચાડ અને વિઠ્ઠલ ચાડ દ્વારા સામાજિક કાર્યકર જાડેજાને વ્હીલ લોડર હેઠળ કચડી નાખવામાં આવ્યો હતો. ચાડ પરિવારના સભ્યો દ્વારા રાજકીય અદાવતમાં જાડેજાની હત્યાને અંજામ અપાયો. આરોપીઓ અને મૃતક વચ્ચે છેલ્લા કેટલાક સમયથી રાજકીય દુશ્મની રહી છે. અને આથી જ પોતાની દુશ્મનની પતાવટ કરવા જાડેજાની હત્યા કરાઈ.
પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે પૂણમાના દિવસ હતો. ત્યારે શનિવારે સાંજે જ્યારે જાડેજા પોતાના નિત્યક્રમ મુજબ જેસલપીર દાદાના મંદિરે જઈ રહ્યા હતો. . ત્યારે આ ઘટના બની. કારમાં મંદિર જઈ રહેલ જાડેજાને આરોપીએ ગામ બહાર અટકાવ્યો. તેના બાદ પ્રથમ તેના પર પહેલા પાઇપ અને લાકડીઓ વડે હુમલો કર્યો અને પછી લોડર દ્વારા તેને કચડી નાખ્યો.
પોલીસે ઉમેર્યું હતું કે જાડેજાના ચહેરા અને માથાના ભાગે ખરાબ રીતે ઘાયલ થયા હતા. આરોપીઓએ જાડેજાની કાર પણ પલટી મારી હતી. જાડેજા પર હુમલાની જાણ થતા તેનો નાનો ભાઈ રાહુવીરસિંહ જાડેજા ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે પોતાના ભાઈને લોહીના ખાબોચિયામાં જોયો. આ ઘટના નિહાળનાર કેટલાક લોકોએ તેને કહ્યું કે વાલજી ઘટનાસ્થળે હાજર હતો પરંતુ તે ભાગી ગયો હતો. તેઓએ પોલીસને એમ પણ જણાવ્યું કે કારને પલટી નાખવા માટે લાલ રંગના લોડરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રઘુવીરસિંહે જણાવ્યું કે ગામમાં માત્ર વેજીબેન પાસે જ રેડ લોડર હતું.
રધુવીરસિંહની ફરિયાદના આધારે પોલીસે વેજીબેન, તેના પતિ અને બે પુત્રો સામે હત્યા અને ષડયંત્રનો ગુનો નોંધ્યો હતો. આ મામલે જાડેજાના ભાઈ રઘુવીરસિંહે જણાવ્યું કે વેજીબેનની પુત્રી જ્યારે પત્રી ગામની સરપંચ હતી ત્યારે તેમના ભાઈએ તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત કરી હતી. અને આ દરખાસ્તના આધારે વેજીબેનની પુત્રી અવિશ્વાસની દરખાસ્ત હારી જતાં તેમને પદ છોડવું પડ્યું હતું. ત્યારબાદથી વેજીબેન ચાડનો પરિવાર તેમના ભાઈ પર ગુસ્સે હતો. આ સિવાય તેમના ભાઈએ વેજીબેનના પરિવાર વિરુદ્ધ ગામ નજીક ભુખી નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન અંગે ફરિયાદ કરી હતી. જાડેજાની ફરિયાદના આધારે ખાણ અને ખનીજ વિભાગે વેજીબેનના પાર્ટનર પર ૨૪ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેમજ જ્યાં સુધી દંડ ન ભરાય ત્યાં સુધી ખાણકામ સ્થગિત કરવામાં આવ્યું હતું. જેના કારણે તેમને બહુ મોટું આર્થિક નુક્સાન થયું.