મહારાષ્ટ્રમાં મુંબઈ ઉત્તર પશ્ચિમ લોક્સભા બેઠક પર લડાઈ રસપ્રદ બની હતી. શિવસેનાના ઉધવ જૂથના અમોલ કીતકર માત્ર એક મતથી જીત્યા હતા. જોકે, શિંદે જૂથના ઉમેદવાર રવીન્દ્ર વાયકરે જેની સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો અને ફરીથી મતગણતરી કરવાની માંગ કરી હતી. ચૂંટણી પંચે તેમની માંગ સ્વીકારી હતી. ફરી એકવાર મત ગણતરી શરૂ કરી હતી. જેમાં રવીન્દ્ર વાયકરને માત્ર ૪૮ મતોથી વિજયી જાહેર કરવામાં આવ્યા હતા.
ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ શિવસેનાના ઉદ્ધવ જૂથના અમોલ કીતકરને ૪,૫૨,૫૯૬ મત મળ્યા છે. જ્યારે શિંદે જૂથના ઉમેદવાર રવીન્દ્ર વાયકરને ૪,૫૨,૬૪૪ મત મળ્યા છે. પરિણામે માત્ર ૪૮ મતથી રવીન્દ્ર વાયકર વિજય થયો છે.