મુંબઈની કલાકાર ઉર્વશી સોલંકીએ તરણેતરના મેળાને ગણાવ્યો પરણેતરનો મેળો !

નડિયાદ,નડિયાદમાં નવરાત્રી દરમિયાન એક પાર્ટી પ્લોટમાં આયોજિત ગરબામાં મુંબઈની કલાકાર ઉર્વશી સોલંકીએ આપેલા નિવેદન બાદ વિવાદ છેડાયો છે. ત્યારે આ મામલે અભિનેત્રીએ માફી માંગવાને બદલે વધુ એક વિવાદિત નિવેદન કરતા મામલો વધુ ગરમાયો છે. સાથે જ પોતે નડિયાદમાં નવરાત્રીને લઈને આપેલા નિવેદન બદલ માફી માંગવાનો પણ ઈનકાર કરી દીધો છે. વાત જો કે આટલેથી અટક્તી નથી.

નડિયાદમાં નવરાત્રિ દરમિયાન ઉર્વશીએ કહ્યું હતું કે યુવક-યુવતીઓ માટે સેટિંગ માટે વેલેન્ટાઈન કરતાં નવરાત્રિ વધારે સારી છે. અને જો તમેઆ ૯દિવસ ગરબા રમ્યાં પછી પણસિંગલ જ રહી ગયા તો સમજવું તમે માત્ર ગરબા જ રમ્યાં છો. સાથે જ ઉર્વશીએ પ્રેમની અભિવ્યક્તિ માટે વેલેન્ટાઈન ડેને બદલેગુજરાતમાં યુવાવર્ગ માટે નવરાત્રિ વધુ યોગ્ય હોવાનું કહ્યુંહતું. આ મામલે વીએચપી અને બજરંગદળે ઉર્વશીને માફી માંગવા કહ્યું હતું પણ અભિનેત્રીએ તેને ગણકારી નથી.

બીજીતરફ ઉર્વશી સોંલકીએનવરાત્રિને લઈને આપેલા નિવેદન સામે સાધુ સમાજ રોષે ભરાયો છે. ભારતી આશ્રમના ઈન્દ્રભારતી બાપુ કહ્યુ કે, કલાકારો આવા નિવેદન ન કરવા જોઇએ. આજકાલના કલાકારો મનફાવે તેમઅને મનઘંડત વાતો કરે છે. સસ્તી લોકપ્રિયતા માટે આવા પ્રકારના નિવેદનોકરવામાં આવી રહ્યાં છે. નવરાત્રિ આધ્યાત્મિક પર્વ છે અને તેની ગરિમા જળવાવી જોઈએ. તો અભિનેત્રીના તરણેતરના મેળાને લઈને આવેલા નિવેદન સામે જ્યોર્તિનાથ મહારાજે કહ્યું છેકે, અભિનેત્રીના માતાપિતાએ તેને સારા સંસ્કાર આપવા જોઈતા હતા. તે સસ્તી પ્રસિદ્ધિ માટે આવા નિવેદનો કરી રહી હોવાનું જણાય છે. આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. નવરાત્રીમાં તેણે આપેલા નિવેદનમાં તે પીછેહઢ કરવા નથી માંગતી તે બતાવે છે કે તેને કોઈની પરવા નથી.

નડિયાદમાં ઉર્વશી સોલંકીએ નવરાત્રિમાં સ્ટેજ પરથી એક નિવેદન આપ્યું છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. તેણેસ્ટેજ પરથી કહ્યું હતું કે, હું મુંબઈમાં રહું છું. પણ ગરબા આવે એટલે ગુજરાતીઓ ગાંડા થઈ જાય છે. ગુજરાતમાં આવો તો ખ્યાલ આવે કે પાગલપન શું છે? ગુજરાતમાં કોઈ છોકરીને આઈ લવ યુ કહેવુ હોય તો વેલેન્ટાઈન ડેનહીંપણનવરાત્રિની રાહ જોઈએ છીએ. રાઈટ…. જે લોકો૯દિવસમાં પણ સેટિંગ ના કરી શક્યાં, તો તમે ખાલી ગરબા જ રમ્યા કહેવાય. ઘણાં એવા હશે જેમને ૯દિવસ સેટિંગ નહી થયું હોય તે તેઓ આવતી નવરાત્રિની રાહ જોશે.