મુંબઈની એક રેસ્ટોરન્ટે ઉર્ફી જાવેદની એન્ટ્રી પર લગાવ્યો પ્રતિબંધ,

મુંબઇ,બિગ બોસ ઓટીટી ફેમ અભિનેત્રી ઉર્ફી જાવેદ તેના હોટ અને બોલ્ડ લુકને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તે અવારનવાર મુંબઈના રસ્તાઓ પર તેના નવા ડ્રેસમાં ફોટોગ્રાફરોને પોઝ આપે છે. ઘણી વાર પોતાની ફેશનના કારણે અભિનેત્રીને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડે છે. ઘણી વાર તે પોતાની ફેશનને કારણે મુશ્કેલીમાં પણ મૂકાઇ જાય છે.જો કે, આ વખતે અભિનેત્રી સાથે એક ચોંકાવનારી ઘટના બની છે. મુંબઈની એક રેસ્ટોરન્ટે અભિનેત્રીને બેન કરી દીધી છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ વાતની જાણકારી શેર કરી હતી.

અભિનેત્રી ઉર્ફી જાવેદે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ શેર કરીને આ જાણકારી શેર કરી હતી. અભિનેત્રીએ લખ્યું હતું કે, ’મુંબઈ, શું ખરેખર આ એકવીસમી સદી છે? મને આજે એક રેસ્ટોરન્ટમાં પ્રવેશતા રોકવવામાં આવ્યો. જો તમને મારી ફેશન ચોઈસ પસંદ ન હોય તો તે ઠીક છે પરંતુ તમે મારી સાથે અલગ રીતે વર્તાવ ન કરી શકો. જો તમે તો પણ કરો છો, તો તેને ખુલ્લેઆમ સ્વીકારો, નકામા બહાના ન બનાવો. ખરાબ રીતે ગુસ્સે થઈ ગઈ છું.’

અભિનેત્રી ઉર્ફી જાવેદે આ રેસ્ટોરન્ટ વિરુદ્ધ ફૂડ ડિલિવરી એપને ફરિયાદ કરી હતી. ઘણા ફેન્સ પણ ઉર્ફીને સપોર્ટ કરી રહ્યા છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે મોડલનું નામ કોઈ વિવાદ સાથે જોડાયું હોય. મોડલ વિરુદ્ધ ભૂતકાળમાં પણ ઘણી વખત ફરિયાદો કરવામાં આવી હતી. જેમાં તેણી પર જાહેર સ્થળોએ અશ્લીલતા રજૂ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.