મુંબઈને વરસાદે ઘમરોળ્યું, પાલઘરમાં બ્રિજ ડૂબ્યો, ટ્રેનોની ગતિ થઈ ધીમી

મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે, જ્યાં મેઘરાજા ધમકારો વરસ્યો છે, હવે ચોમાસાએ ફરી એકવાર જોર પકડ્યું છે. જેના કારણે મહારાષ્ટ્રના અનેક શહેરોમાં વરસાદ શરૂ થયો છે. જ્યાં પાલઘરમાં ભારે વરસાદના કારણે દેહરજે નદી પર બનેલો પુલ પાણીમાં ડૂબી ગયો છે. વરસાદને પગલે વાતાવરણ ઠંડુ થતા મુંબઈવાસીઓને રાહત મળી છે. વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ ઉપરાંત બોરીવલી, દહિસર, બાંદ્રામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે. તેમજ બોરીવલી, મલાડ, કાંદિવલી, ગોરેગાંવ વિસ્તારમાં પણ મેઘ મહેર થઈ છે. અનેક વિસ્તારોમાં વરસાદને પગલે ગોઠણસમાં પાણી ભરાઈ ગયા હતા.મુંબઈમાં મેઘસવારીના કારણ બોરીવલી સીટીએન પ્લફઓર્મ પણ પાણી ભરાયા હતાં. મુંબઈના ડૉ. એની બેસન્ટ રોડ, વરલીના વિસ્તારમાં પણ વરસાદે જોરદાર રમઝટ બોલાવી છે

મુંબઈમાં ભારે વરસાદનું એલર્ટ છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે પાલઘરબ્રિજ પાણીમાં ડૂબી ગયો છે. તૂટી પડેલા પુલને કારણે પાલઘર અને મનોરવાડા વચ્ચેનો સંપર્ક ખોરવાઈ ગયો છે. ગઈકાલથી વરસાદ વરસી રહ્યો છે. મુંબઈના ઘણા વિસ્તારોમાં ૬.૩ થી ૨૦ મીમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ભિવંડીમાં પાણી ભરાયા છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈમાં ૬ દિવસ સુધી વરસાદનું એલર્ટ છે. મુંબઈમાં આજે અને આવતીકાલે એટલે કે ૨૦ અને ૨૧ જૂને સારો વરસાદ થવાની સંભાવના છે, જ્યારે આ પછી ૨૨ થી ૨૫ જૂન સુધી હળવો વરસાદ થવાની આગાહી છે.

આ સાથે જ પશ્ર્ચિમ રેલવેના બોઈસર-ઉમરોલી સ્ટેશન વચ્ચેના રેલવે ટ્રેકની અપ અને ડાઉન બંને લાઈનો પર પાણી ભરાઈ ગયા છે. જેની અસર ટ્રેનો પર પડી રહી છે. પાણી ભરાવાને કારણે ટ્રેનોની ગતિ ધીમી પડી છે. અહીં ટ્રેનો ૨૫ થી ૩૦ મિનિટ મોડી ચાલી રહી છે.