મુંબઈ નજીકના થાણેમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો, ૧૦૦ યુવક યુવતીઓની અટકાયત

મુંબઇ, મહારાષ્ટ્રમાં મુબઈ નજીકના થાણેમાં નવા વર્ષના દિવસે જ પોલીસે એક રેવ પાર્ટી પર દરોડો પાડ્યો હતો. થાણે ક્રાઈમ બ્રાંચની ટીમે પાર્ટી મનાવતા ૧૦૦ થી વધુ યુવક યુવતીઓને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મોડી રાત્રે ૨ વાગ્યે આ દરોડો પાડ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં નશીલા પદાર્થનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. થાણેના ઘોડબંદર રોડ પર વડવલી પાસે આ રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પોલીસને મોડી રાત્રે રેવ પાર્ટી અંગે માહિતી મળી હતી. જેને આધારે પોલીસે દરોડો પાડયો હતો. અટક કરાયેલા યુવક યુવતીઓ નશાની હાલતમાં ડાન્સ કરતા મળી આવ્યા હતા. પોલીસે તેમનો મેડિકલ ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરી છે. પાર્ટી એક ખાનગી પ્લોટમાં ટાલી રહી હતી.

પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલા શખ્સો પાસેથી ૭૦ ગ્રામ ચરસ, ૦.૪૧ ગ્રામ એલએસડી, ૨.૧૦ ગ્રામ એસ્કેટેસી ટેબ્લેટ, ૨૦૦ ગ્રામ ગાંજો તથા દારૂ મળી આવ્યો હતો. આ પાર્ટીનું આયોજન કરનારા તેજસ અનિલ કુબલ (૨૩), સુજલ મહાદેવ મહાજન (૧૯)ને પોલીસે ઝડપી લીધા છે.

રેવ પાર્ટીમાં ઘણા પ્રકારના નશીલા પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે. સાંપથી ડંખ મરાવવાથી લઈને લેવર્ડ કોન્ડોમના પાણીથી નશો કરવામાં આવે છે. સાંપથી એક વાર ડંખ મરાવવાના રૂ.૧,૫૦૦ થી ૫,૦૦૦ સુધીનો ખર્ચ થાય છે. તેનાથી ૧૦ થી ૪૦ સેકન્ડ સુધી ખૂબ બળતરા થાય છે. તેના બાદ પરંમ સુખનો અહેસાસ થાય છે. ત્યારબાદ મસલ્સમાં પીડા થાય છે અને બાદમાં ૧૨ થી ૨૪ કલાક ઉંઘ આવે છે. જેની પાંચ થી સાત દિવસ સુધી અસર રહે છે. અન્ય ર્ડ્સથી સસ્તુ હોવાથી સ્નેક બાઈટના નશાનું ચલણ રેવ પાર્ટીઓમાં વધી રહ્યું છે.