મુંબઈના લોઅર પરેલમાં ટાઈમ્સ ટાવરની સાત માળની કોમશયલ ઈમારતમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, કમલા મિલ પરિસરમાં સવારે ૬.૩૦ વાગ્યે આગ લાગી હતી. જેમાંથી ૩ મજૂરોના મોત નીપજ્યા છે, જ્યારે ત્રણ મજૂરોની હાલત નાજુક છે અને તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માતનું કારણ નિર્માણાધીન એસઆરએ બિલ્ડીંગનો સ્લેબ તૂટી પડ્યો હોવાથી દુર્ઘટના સર્જાઈ છે. દિંડોશી પોલીસે મ્દ્ગજીની કલમ ૧૦૬ (૧) અને ૧૨૫ (એ) ૧૨૫ (બી) હેઠળ ૫ લોકો સામે કેસ નોંયો છે.
ફાયર બ્રિગેડે આગને લેવલ-૨ એટલે કે મુખ્ય આગ તરીકે વર્ગીકૃત કરી છે અને ૯ ફાયર એન્જિન અને અન્ય અગ્નિશામક વાહનોને સ્થળ પર મોકલવામાં આવ્યા છે. આ પહેલા ૨૯ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ કમલા મિલ સંકુલમાં ભીષણ આગ લાગી હતી. આગ લગભગ ૧૨:૩૦ વાગ્યે પબમાંથી શરૂ થઈ હતી અને મોજો બિસ્ટ્રો રેસ્ટોરન્ટમાં ફેલાઈ હતી, જેમાં ૧૪ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ મામલામાં મુંબઈ પોલીસે કુલ ૧૪ લોકો સામે કેસ નોંયો હતો, જેમાં રેસ્ટોરન્ટ માલિકો, મ્સ્ઝ્રના અધિકારીઓ અને મિલ માલિકોનો સમાવેશ થાય છે.
૧૦ નવેમ્બર, ૨૦૨૦ ના રોજ, મુંબઈ સેશન્સ કોર્ટે કમલા મિલ સંકુલના માલિકો રમેશ ગોવાની અને રવિ ભંડારીને આ ઘટનામાં આરોપોમાંથી મુક્ત કર્યા હતા. તાજેતરમાં, ૨૬ ફેબ્રુઆરીએ મુંબઈના સાંતાક્રુઝ વેસ્ટમાં એક કોમશયલ સેન્ટર બિલ્ડિંગમાં આગ લાગી હતી, જેમાં ૩૭ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
જો કે આ વર્ષે રાજધાની દિલ્હીમાં પણ આગની અનેક ભયાનક ઘટનાઓ જોવા મળી છે . નરેલામાં લાગેલી આગમાં ત્રણ લોકોના મોત થયા હતા. તેવી જ રીતે અન્ય ઘણા વિસ્તારોમાં પણ આવી જ આગની ઘટનાઓ જોવા મળી છે. તે કેસોમાં એક મહત્વની બાબત પ્રકાશમાં આવી છે કે ફાયર બ્રિગેડ માટે બચાવ કામગીરી કરવી ખૂબ જ મુશ્કેલ છે. સાંકડી શેરીઓના કારણે ફાયર બ્રિગેડની ગાડીઓ ક્યારેક અંદર જઈ શક્તી નથી, જેના કારણે આગ ઓલવવામાં વધુ સમય લાગે છે.