મુંબઈમાં રિયલ એસ્ટેટના અનેક પ્રોજેક્ટ્સ બનાવનાર એમ્પીરિયા ગ્રુપના સવજીભાઈ મંજેરીની ગોળી મારીને હત્યા કરાઇ

મુંબઇ,

મુખ્યત્વે પૈસાની લેતીદેતી, જમીન બાબતનો વિવાદ કે પછી એવી જ અન્ય કોઈ વ્યાવસાયિક અદાવતને કારણે આ હત્યા થઈ હોઈ શકે એવી શક્યતાના આધારે પોલીસ દરેક ઍન્ગલથી તપાસ કરી રહી છે. નવી મુંબઈના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ક્રાઇમ) અમિત કાળેએ કહ્યું હતું કે અમે આ કેસમાં હજી સુધી કોઈની અરેસ્ટ કરી નથી અને કેસની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છીએ.

નેરુળ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર તાનાજી ભગતે પણ એ જ વાતને દોહરાવી હતી. આ જ કેસની સમાંતર તપાસ કરી રહેલા નવી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ ત્રણના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિશ્ર્વનાથ કોળેકરે કહ્યું હતું કે મર્ડરની તપાસ મુખ્યત્વે નેરુળ પોલીસ જ કરી રહી છે અને અમે કેસને લગતાં અન્ય પાસાંની તપાસ કરી રહ્યા છીએ.

આ કેસમાં તેમને કોઈ ધમકી મળી હતી કે કેમ, તેમના કૉલ-રેકૉર્ડ્સ, અન્ય લોકો સાથેના આર્થિક વ્યવહાર જેવી? બાબતોની પણ તપાસ થઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.