મુંબઈમાં રખડતા શ્ર્વાન સાથે કર્યુ પ્રકૃતિ વિરુદ્ધનું કૃત્ય, પોલીસે વિકૃત વ્યક્તિની ધરપકડ કરી

મુંબઇ,મુંબઈમાંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. એક વિકૃત માણસે શેરીઓમાં રખડતા શ્ર્વાન સાથે પ્રકૃતિ વિરુધ કૃત્ય કર્યું છે . આ શરમજનક ઘટના મુંબઈના અંધેરીના અંબોલી વિસ્તારમાં બની હતી. અંબોલી પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ કેસમાં મિથિલેશ દાસ નામના ૪૫ વર્ષના આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે. તેની સામે આંબોલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.એક ૨૫ વર્ષીય મહિલાએ પોલીસને ઘટના અંગે જાણ કરી હતી. સંબંધિત મહિલાએ આરોપી મિથિલેશ દાસને શ્ર્વાન સાથે પ્રકૃતિ વિરુધ સંબંધ બાંધતા જોયો હતો. મહિલાએ બૂમો પાડીને તેને ત્યાંથી ભગાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ આરોપી પર તેની કોઈ અસર થઈ ન હતી. આ પછી મહિલા નજીકના અંબોલી પોલીસ સ્ટેશનમાં ગઈ અને આરોપી વિરુદ્ધ ફરિયાદ કરી.

મહિલાની ફરિયાદના આધારે અંધેરીની અંબોલી પોલીસે વિકૃત વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંયો હતો અને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પરંતુ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ સ્કેન કરવાનું શરૂ કર્યું હતું. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીના ઘરે પહોંચીને આરોપીની ધરપકડ કરી હતી.

સમગ્ર મામલો એવો છે કે, મુંબઈના અંધેરી વિસ્તારમાં અંબોલી પોલીસ સ્ટેશન નજીકથી પસાર થતી વખતે એક ૨૫ વર્ષની મહિલાને રસ્તાના એક ખૂણામાંથી કૂતરાના રડવાનો અવાજ સંભળાયો. જ્યારે મહિલાએ ત્યાં જોયુ તો તેણે એક માણસને કૂતરા સાથે વ્યભિચાર કરતા જોયો.

આ પછી મહિલા નજીકના અંબોલી પોલીસ સ્ટેશન પહોંચી અને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ તે વ્યક્તિ ત્યાંથી જતો રહ્યો હતો. આ પછી, પોલીસ ટીમે આસપાસના સીસીટીવી ફૂટેજની શોધ કરી. સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે વ્યક્તિની ઓળખ કરવામાં સફળતા મેળવી હતી. આ રીતે તેના ઘરે પહોંચ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ પૂછપરછ દરમિયાન પોતાનું નામ મિથિલેશ દાસ હોવાનું જણાવ્યું હતું.