
મુંબઇ,બોલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા તાજેતરમાં જ ડિનર પછી આપ નેતા રાઘવ ચઢ્ઢા સાથે લંચ પર સ્પોટ થઈ હતી. જે બાદ તેમના અફેરની અટકળોએ જોર પકડ્યું છે રાઘવની વાત કરીએ તો તે બેજ શર્ટ સાથે બ્લેક જીન્સ પહેરીને એકદમ હેન્ડસમ લાગી રહ્યા હતા. પરીએ કાળા ક્રોપ ટોપ સાથે લૂઝ પેન્ટ પહેર્યું હતું સાથે કાળા શેડ્સ અને ખુલ્લા વાળમા જોવા મળી હતી.
જોકે પાપારાઝીના કહેવા પર પરીએ એકલા પોઝ આપ્યા હતા. આ લંચ ડેટ પર પરિણીતી કેઝ્યુઅલ લુકમાં આવી હતી.રાઘવ પાપારાઝીને જોઈને કેમેરાથી બચતો જોવા મળે છે. જોકે બંનેએ સાથે પોઝ આપ્યો ન હતો.આ તસવીરોમાં પહેલા રાઘવ બહાર આવે છે અને પછી પરિણીતી તેની પાછળ રેસ્ટોરન્ટમાંથી બહાર આવતી જોવા મળે છે. રાઘવની વાત કરીએ તો તે બેજ શર્ટ સાથે બ્લેક જીન્સ પહેરીને એકદમ હેન્ડસમ લાગી રહ્યા હતા..