મુંબઇ, મુંબઇના બાંદ્રા કુર્લા કૉમ્પલેક્સમાં આવેલા અમેરિકન વાણિજ્ય દૂતાવાસને ધમકી ભર્યો ઇમેલ મળ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. મુંબઇ પોલીસે જણાવ્યું કે બીકેસી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ આઇપીસીની કલમ ૫૦૫ (૧) (બી) અને ૫૦૬ (૨) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે ધમકીનો ઇમેલ ખુદ અમેરિકન નાગરિકે કર્યો હતો, જે ફરાર છે.સાથે જ આરોપીઓ અમેરિકન વાણિજ્ય દૂતાવાસને ઉડાવવા અને ત્યા કામ કરનારા તમામ અમેરિકન નાગરિકોને મારવાની ધમકી આપી છે.
મુંબઇના બાંદ્રા કુર્લા કોમ્પલેક્સ વિસ્તારમાં આવેલી અમેરિકન વાણિજ્ય દૂતાવાસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.મુંબઇ પોલીસે જણાવ્યું કે સવારે ૩.૫૦ વાગ્યે ચ આઇડીથી ઇમેલ મળ્યો છે.મેલ મોકલનારાએ ખુદને અમેરિકન નાગરિક ગણાવ્યો છે, તેને કહ્યું કે, તે અમેરિકન વાણિજ્ય દૂતાવાસની ઓફિસને ઉડાવી દેશે. સાથે જ ત્યાં કામ કરનારા તમામ અમેરિકન લોકોને પણ મારી નાખશે.ઘટના બાદ મુંબઇની બાંદ્રા કુર્લા પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. અધિકારીઓએ જણાવ્યું કે આઇપીસીની કલમ ૫૦૫ (૧) (બી) અને ૫૦૬ (૨) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલી રહી છે.
ગત વર્ષે ૨૬ ડિસેમ્બરે દિલ્હીના ચાણક્યપુરી સ્થિત ઇઝરાયેલી એમ્બેસી પાસે લો ઇન્ટેસિટીના બે વિસ્ફોટ થયા હતા. તપાસ દરમિયાન ખબર પડી કે વિસ્ફોટ એમ્બેસીથી ૨૬૦ મીટર નંદાસ હાઉસના ગેટ નંબર-૪ પર થયો હતો અને આ જગ્યાએ કોઇ સીસીટીવી કેમેરા લાગ્યા નહતા.
પોલીસને એમ્બેસી પાસેનો એક સીસીટીવી ફૂટેજ મળ્યો હતો જેમાં બે શંકાસ્પદ લોકો જોવા મળ્યા હતા. દિલ્હી પોલીસને ઘટનાસ્થળેથી એક પત્ર પણ મળ્યો હતો જે ઇઝરાયેલના ઝંડામાં હતો. આ ઇંગ્લિશ ભાષામાં લખેલો એક પાનાનો લેટર હતો, જે સર અલ્લાહ રેજિસ્ટેંસ ગ્રુપ સાથે જોડાયેલો છે. જેમાં જિયોનિસ્ટ, ગાઝા અને પેલેસ્ટાઇન શબ્દ લખવામાં આવ્યા હતા.