વેજલપુર,
એક તરફ કેરલાનો યુવાન સિંહાબભાઈ થોડા સમય પહેલાં પેદલ ચાલીને હજ યાત્રા કરવા માટે નીકળ્યો હતો. ત્યારે ગુજરાતમાં તેઓનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેઓ પાછળ અનેક લોકો કેટલાક કિલોમીટર સુધી પેદલ ચાલ્યા હતા. ત્યારે મુંબઈ કલ્યાણ થી 18/10/2022 ના રોજ મુંબઈ થી અજમેર શરીફ પેદલ યાત્રા કરવા નીકળેલ ત્રણ યુવાન વેજલપુર ખાતે આવી પહોંચ્યા હતા. જેમાં અજીમખાન પઠાણ, રજાકુરેશી, અંકિત ભોહિરનું ત્રણ યુવાનોનું સ્વાગત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓને હોટલ સહયોગ ઉપર જમવાની અને જરૂરીયાત પૂરી પાડવામાં આવી હતી. ત્યારે સહયોગ હોટલ દ્વારા તેઓને એક સારો રિસ્પોન્સ આપી તેઓએ પણ એક સારી સેવા આપી હતી. જેથી આટલી દૂર થી આવેલ ત્રણ યુવાનો ખુશ ખુશાલ થયા હતા અને પછી ગોધરા તરફ રવાના થયા હતા.