મુંબઇ,ડબ્લ્યુપીએલ ૨૦૨૩ ની પ્રથમ સિઝન રવિવારે સમાપ્ત થઈ ગઈ. પ્રથમ સિઝનની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ બની છે. ટૂર્નામેન્ટની શરુઆતથી જ પ્રબળ દાવેદાર તરીકે મુંબઈ ઈન્ડિયન્સ ટીમને જોવામાં આવી રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સે ટૂર્નામેન્ટમાં દમદાર પ્રદર્શન દર્શાવવા સાથે અંતમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને ચેમ્પિયન બન્યુ હતુ. મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં રમાયેલ વુમન્સ પ્રીમિયર લીગની ફાઈનલ મેચ મુંબઈએ ૭ વિકેટથી જીતી હતી. એવોર્ડમાં પણ મુંબઈની ટીમના ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો હતો. ટીમને પણ ચેમ્પિયન બનવા સાથે મોટો કેશ એવોર્ડ મળ્યો હતો.
મુંબઈ ઈન્ડિયન્સ ટીમ જ નહીં પરંતુ ખેલાડીઓ પર પણ પૈસાનો વરસાદ થયો હતો. બોલિંગ, બેટિંગ અને ફિલ્ડીંગમાં જબરદસ્ત દેખાવ કરનારા ખેલાડીઓને પણ કેશ એવોર્ડ અપાયા હતા. મુંબઈ ઈન્ડિયન્સ ટીમને ચેમ્પિયન ટ્રોફી સાથે ૬ કરોડ રુપિયાનો ચેક મળ્યો છે. જ્યારે દિલ્હીને તેની અડધી રકમ એટલે કે રનર અપ રહેતા ૩ કરોડ રુપિયા મળ્યા હતા. ઈનામ વિતરણ કાર્યક્રમમાં રવિવારે સાંજે એક બાદ એક મુંબઈની ટીમના ખેલાડીઓના નામ એનાઉન્સ થતા સાંભળવા વધારે મળ્યા હતા. આમ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ઈનામ મેળવવામાં મુંબઈનો દબદબો વધારે જોવા મળ્યો હતો. એવોર્ડસમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના એક એક ખેલાડીને પણ સ્થાન મળ્યુ હતુ.
પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ: હેલિ મેથ્યૂઝ, મુંબઈ ઈન્ડિયન્સ, ૫ લાખ રુપિયા
ઓરેન્જ કેપ: મેગ લેનિંગ, દિલ્હી કેપિટલ્સ, ૫ લાખ રુપિયા
પર્પલ કેપ: હેલી મેથ્યૂઝ, મુંબઈ ઈન્ડિયન્સ, ૫ લાખ રુપિયા
ઇમજગ પ્લેયર ઓફ ધ સિઝન: યાસ્તિકા ભાટીયા, મુંબઈ ઈન્ડિયન્સ, ૫ લાખ રુપિયા
કેચ ઓફ ધ સિઝન: હરમનપ્રીત કૌર, મુંબઈ ઈન્ડિયન્સ, ૫ લાખ રુપિયા
પાવરફુલ સ્ટ્રાઈકર ઓફ ધ સિઝન: સોફી ડિવાઈન, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ૫ લાખ રુપિયા
ફેયર પ્લે એવોર્ડ: મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ, ૫-૫ લાખ રુપિયા
પ્લેયર ઓફ ધ મેચ: નેટ સિવર બ્રન્ટ, મુંબઈ ઈન્ડિયન્સ, ૨.૫ લાખ રુપિયા