મુંબઈ ઈન્ડીન્સના કેપ્ટન હાર્દિક પંડયા ફરી એકવાર વિવાદમાં આવ્યો છે.આઇપીએલ ૨૦૨૪માં મુંબઈ ઈન્ડીયન્સે ગઈકાલે પંજાબ કિંગ્સ સામે જીત મેળવી હોવા છતાં બીસીસીઆઇ કેપ્ટન હાર્દિક પંડ્યાથી નારાજ થઈ છે. આઇપીએલ ૨૦૨૪માં ૧૮ એપ્રિલે મુંબઈ ઈન્ડીયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રોમાંચક મેચ જાવા મળી હતી. જે હાર્દિક પંડયાની મુંબઈએ ૯ રને જીતી હતી. આ સિઝનમાં મુંબઈની આ ત્રીજી જીત છે. જા કે આ જીત બાદ મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાને સજા મળી છે. જે બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ હાર્દિક પંડયાને દંડ ફટકાર્યો છે. ફરી એકવાર આ મેચમાં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. હાર્દિક પંડયાએ બેટિંગ દરમિયાન માત્ર ૧૦ રન બનાવ્યા હતા, આ સિવાય બોલિંગ દરમિયાન તેને એક સફળતા મળી હતી.
વાસ્તવમાં, મુંબઈ ઈન્ડીયન્સ પંજાબ કિંગ્સ સામે ધીમી ઓવર રેટથી બોલિંગ કરવા માટે દોષી સાબિત થઈ હતી. જે બાદ ટીમના કેપ્ટન હાર્દિક પંડયા પર ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સિઝનમાં પ્રથમ વખત મુંબઈએ ધીમી ઓવર રેટથી બોલિંગ કરી હતી. જા કોઈ ટીમ મેચ દરમિયાન ધીમી ઓવર રેટ કરે છે તો તેના કેપ્ટનને ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે.
મુંબઈ ઈન્ડીયન્સને પંજાબ સામે સિઝનની ત્રીજી જીત મળી છે. આ સાથે મુંબઈએ પણ પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. મુંબઈની જીતમાં સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ અને ગેરાલ્ડ કોએત્ઝી ચમક્યા હતા. પ્રથમ બેટિંગ કરતા સૂર્યકુમાર યાદવે ૭૮ રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ પછી બોલિંગમાં જસપ્રીત બુમરાહે ૪ ઓવરમાં ૨૧ રન આપીને ૩ વિકેટ લીધી હતી. જ્યારે ગેરાલ્ડે ૪ ઓવરમાં ૩૨ રન આપીને ૩ વિકેટ લીધી હતી. હાલ મુંબઈ ઈÂન્ડયન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે.