
મુંબઈના વર્લીમાં હિટ એન્ડ રન કેસમાં ત્રીજા દિવસે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે મુખ્ય આરોપી મિહિર શાહની મહારાષ્ટ્રના વિરારથી ધરપકડ કરી છે. મિહિર શાહ એ વ્યક્તિ છે જેની કારને કારણે એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
રવિવારે સવારે થયેલા આ અકસ્માત બાદ મિહિર ફરાર થઈ ગયો હતો. ત્યારથી પોલીસ તેને શોધી રહી હતી. પોલીસે જણાવ્યું હતું કે ભાગતા પહેલા મિહિરે તેની કાર બાંદ્રામાં છોડી દીધી હતી અને ડ્રાઈવર રાજૠષિને કલા નગર પાસે છોડી ગયો હતો. આ પછી રાજૠષિ પણ ઓટો-રિક્ષામાં બોરીવલી આવ્યા. વધુમાં, પ્રારંભિક તપાસ દરમિયાન, પોલીસને એ પણ જાણવા મળ્યું હતું કે જે કારમાં અકસ્માત થયો હતો તે કારનો વીમો નથી. કારનો વીમો પૂરો થઈ ગયો હતો.
આ અકસ્માત બાદ પોલીસે લાંબી પૂછપરછ બાદ આરોપી પિતા રાજેશ શાહ અને ડ્રાઈવર રાજૠષિની ધરપકડ કરી હતી. જોકે, રાજેશ શાહને સોમવારે સાંજે ૧૫ હજારના અંગત બોન્ડ પર કોર્ટમાંથી જામીન મળ્યા હતા. હકીક્તમાં, અકસ્માત બાદ મિહિર ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો, પોલીસે તેના પિતાની ધરપકડ કરી હતી, ત્યારબાદ તેણે કોર્ટમાં જામીન અરજી કરી હતી. સોમવારે આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે તેને જામીન આપ્યા હતા.
વર્લી વિસ્તારના એટ્રિયા મોલ પાસે રવિવારે સવારે ૭ વાગ્યે સ્કૂટર સવાર માછીમાર દંપતી પ્રદીપ નાખ્વા અને કાવેરી નાખ્વાને નિયંત્રણ બહારની મ્સ્ઉ કારે ટક્કર મારી હતી. અકસ્માત બાદ આરોપીએ કાર ન રોકી અને મહિલા લગભગ ૧૦૦ મીટર સુધી કારના બોનેટ પર લટક્તી રહી અને રોડ પર પડી ગઈ. આ અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું. ઘટના બાદ આરોપી મિહિર શાહ ફરાર હતો. પોલીસે જણાવ્યું કે અકસ્માત સમયે આરોપી મિહિર શાહ કાર ચલાવી રહ્યો હતો, જ્યારે ડ્રાઈવર રાજૠષિ બિદાવત તેની બાજુમાં બેઠો હતો.