મુંબઇ,
મુંબઈના ખાસ વિસ્તારમાં બુધવારે રાત્રે એક કોરિયન મહિલા સાથે છેડછાડ થઈ છે. ઘટના રાત્રે ૮ વાગ્યાની છે. દક્ષિણ કોરિયાની મહિલા લાઈવ સ્ટ્રીમિંગ કરી રહી હતી. ત્યારે ત્યાં બે છોકરા આવ્યા અને તૂટેલું અંગ્રેજી બોલી તેને છેડવા લાગ્યા. એકે હાથ પકડીને તેને ગાડીમાં બેસાડવાના પ્રયત્નો કર્યા. જ્યારે મહિલાએ ના પાડી તો તેને બળજબરીપૂર્વક ક્સિ કરવાનો પ્રયત્ન કર્યો. સોશિયલ મીડિયામાં આ વીડિયો સામે આવતાં જ મુંબઈ પોલીસે છેડછાડ કરનારા છોકરાઓની ધરપકડ કરી છે. તેમના નામ મુબીન ચંદ મોહમ્મદ શેખ અને મોહમ્મદ નકીબ સદરિયાલમ અંસારી છે.
મુંબઈ પોલીસે કહ્યું હતું કે તેમને ફરિયાદ મળી નથી. આ ઘટનાનો વીડિયો જોયો તો જાતે જ પગલાં લીધા છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક યુવક એકદમ જ મહિલાની નજીક આવે છે. મહિલાએ વિરોધ કર્યો તો તેનો હાથ પકડીને તેને ખેંચવાના પ્રયત્નો કરે છે. મહિલા દૂર જવા પ્રયત્ન કરે છે, ત્યારે તે યુવક તેના મિત્ર સાથે બાઈક પર આવીને તેને લિટ આપવાની રજૂઆત કરે છે, પરંતુ મહિલા તેને ના પાડે છે. તરત જ કાર્યવાહી કરતાં ખાર પોલીસે આઈપીસીની કલમ ૩૫૪ હેઠળ એફઆઈઆર નોંધી અને બંનેની ધરપકડ કરી. આરોપી મુબીન ૧૯ વર્ષનો છે, નકીબ ૨૦ વર્ષનો છે.