મુખ્તાર અંસારીના પુત્ર ઉમર અંસારીને સુપ્રીમ કોર્ટની રાહત, ધરપકડથી વચગાળાનું રક્ષણ

નવીદિલ્હી, જેલમાં બંધ મુખ્તાર અંસારીના પુત્ર ઉમર અંસારીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ઉમર અંસારીને ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું છે. સુપ્રીમ કોર્ટે આ અંગે ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ પાઠવી છે. જણાવી દઈએ કે ઉમર અંસારી ઓમ પ્રકાશ રાજભરની પાર્ટી એસબીએસપીના ધારાસભ્ય છે.

આ પહેલા ૧૩ એપ્રિલે અલ્હાબાદ હાઈકોર્ટે ઉમર અંસારીને આગોતરા જામીન આપવાનો ઇન્કાર કરી દીધો હતો. ઉમરે તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ કેસની એફઆઇઆર ઓગસ્ટ ૨૦૨૦ ના રોજ મહેસૂલ અધિકારી સુરજન લાલ દ્વારા લખનૌના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. આ એફઆઈઆર રદ કરવાની માગણી સાથે તેઓ હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. એફઆઈઆરમાં ઉમર અન્સારી પર છેતરપિંડીથી સંપત્તિ પોતાના નામે કરાવવાનો આરોપ છે. ઓમર પર ગુનાહિત ષડયંત્ર રચવાનો પણ આરોપ છે.