મુંબઈ,
બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે શ્રીનાથજીમાં સગાઈ કરી હતી. સગાઈ બાદ મુકેશ અંબાણીએ મુંબઈના એન્ટિલિયામાં ભવ્ય પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સ હાજર રહ્યા હતા. આલિયા ભટ્ટ પતિના હાથોમાં હાથ નાખીને આવી હતી.
અનંત અંબાણીની સગાઈની પાર્ટીમાં શાહરુખ ખાન, સલમાન ખાન, રણબીર-આલિયા, અયાન મુખર્જી, ઝહીર ખાન-સાગરિકા ઘાટગે, રણવીર સિંહ સહિતનાં સેલેબ્સ આવ્યાં હતાં. શાહરુખ ખાન પાર્ટીમાં પોતાની મેનેજર પૂજા દદલાણી સાથે આવ્યો હતો. જાન્હવી કપૂર પિંક સાડીમાં ઘણી જ સુંદર લાગતી હતી. અરમાન જૈન પત્ની અનિષા સાથે આવી હતી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સગાઈની પાર્ટીમાં મિકાએ પોતાના પાર્ટી સોંગ્સ ગાયાં હતાં. મિકાએ માત્ર ૧૦ મિનિટ પર્ફોર્મન્સ આપ્યું હતું.
મુકેશ અંબાણીના પુત્ર અનંતની ફિયાન્સી રાધિકા મર્ચન્ટ વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી છે. દેશના ટોચના ઉદ્યોગપતિમાં વિરેનની ગણના થાય છે, તેઓ એનકોર હેલ્થકેરના સીઇઓ છે. રાધિકાએ તેનું સ્કૂલિંગ મુંબઈમાં કર્યું છે. ત્યાર બાદ તે અભ્યાસ માટે ન્યૂયોર્ક ગઈ હતી. ત્યાં તેણે પોલિટિક્સ અને ઇકોનોમિક્સનો અભ્યાસ કર્યો હતો. ગ્રેજ્યુએશન પછી ૨૦૧૭માં તેણે ઈસપ્રાવા ટીમના એક એક્ઝિક્યુટિવ તરીકે જોડાઈ હતી. તેને રીડિંગ, ટ્રેકિંગ અને સ્વિમિંગ ગમે છે. રાધિકા દેખાવમાં ખૂબ જ સુંદર છે. રાધિકા અને અનંત બાળપણથી એકબીજાને ઓળખે છે.
રાધિકા એક ટ્રેન્ડ ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સર છે. જૂન ૨૦૨૨માં અંબાણી પરિવારે તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ માટે આરંગેત્રમ સમારોહનું આયોજન કર્યું હતું. બોલિવૂડના ફેમસ સ્ટાર્સ ત્યાં પહોંચ્યા હતા. સમારંભમાં રાધિકા ક્લાસિકલ ડાન્સ કરતી હોવાના કેટલાક વીડિયો સામે આવ્યા હતા.